એક જ ઝાટકે 23% નો ફાયદો! ₹15,000 કરોડના ‘શેર બાયબેક’ પ્લાનને મળી મંજૂરી, માર્કેટ બંધ થતા જ આવ્યા ‘ગુડ ન્યૂઝ’

શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા અને માર્કેટ પર નજર રાખતા લોકો માટે એક મોટી ખબર સામે આવી રહી છે. શુક્રવારે બજાર બંધ થયા પછી આઇટી સેક્ટરની એક અગ્રણી દિગ્ગજ કંપનીએ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

| Updated on: May 23, 2026 | 6:15 PM
1 / 5
આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીએ શુક્રવારે શેરબજાર બંધ થયા પછી શેર બાયબેક (શેર પરત ખરીદવા) અંગે મોટું અપડેટ આપ્યું છે. એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે, તેણે પોતાના 15,000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે 5 જૂન 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ રેકોર્ડ ડેટના આધારે કંપની એ નક્કી કરશે કે, કયા શેરધારકો આ બાયબેક પ્લાન માટે પાત્ર (Eligible) ગણાશે.

2 / 5
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 16 એપ્રિલ 2026ના રોજ 15,000 કરોડ રૂપિયાના મેગા શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત કંપની 250 રૂપિયા પ્રતિ શેરના ભાવે વધુમાં વધુ 60 કરોડ શેર પરત ખરીદશે, જે કંપનીની કુલ ઇક્વિટીના 5 ટકા કરતા વધુ છે.

3 / 5
કંપનીએ 16 એપ્રિલ 2026 અને 21 મે 2026ના રોજ શેરબજારને જાણ કરી હતી કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને શેરધારકોએ કંપનીના 15,000 કરોડ રૂપિયાના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કંપની 2 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 60 કરોડ ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર, 250 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટેન્ડર ઓફર પ્રક્રિયા (Tender Offer Process) દ્વારા પરત ખરીદશે.

4 / 5
આ પહેલા કંપનીએ જૂન 2023 માં તેનો અગાઉનો શેર બાયબેક કર્યો હતો. તે સમયગાળા દરમિયાન 22 જૂન અને 30 જૂન 2023 વચ્ચે કંપનીએ ₹12,000 કરોડના શેર ફરીથી ખરીદ્યા હતા. કંપનીએ ₹445 પ્રતિ શેરના ભાવે 26.96 કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા હતા, જે તેની કુલ ઇક્વિટીના 4.91 ટકા હતા.

5 / 5
જૂન 2023થી માર્ચ 2026 સુધીમાં, પ્રમોટર્સે હિસ્સેદારીમાં થોડો ઘટાડો કર્યો હતો પરંતુ હવે બાયબેક દ્વારા તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર પોતાની હિસ્સેદારી વધારવા જઈ રહ્યા છે. શુક્રવારે Wiproના શેર ₹203.11 પર બંધ થયા, જેમાં 1.69% નો વધારો થયો હતો. મળતી માહિતી મુજબ, ગયા વર્ષે કંપનીના શેરમાં 17.47% નો ઘટાડો જોવા મળ્યો છે.

Follow Us