Stock Market : તમે પણ ડોલરમાં કમાશો ! ભારતમાં રહીને બનશો Apple અને Microsoft ના માલિક, નાના રોકાણકારો માટે ‘મોટી તક’

ભારતીય રોકાણકારો માટે વિદેશી બજારોમાં રોકાણ કરવું માત્ર સપનું નહીં રહે, કારણ કે હવે તમે પણ ડોલરમાં કમાશો. ખાસ વાત એ છે કે, ગ્લોબલ માર્કેટમાં રોકાણ કરવું હવે પહેલા કરતા વધુ સરળ બનવા જઈ રહ્યું છે.

| Updated on: Feb 25, 2026 | 5:22 PM
1 / 9
ભારતીય રોકાણકારો માટે ગ્લોબલ માર્કેટમાં રોકાણ કરવું હવે પહેલા કરતા વધુ સરળ બનવા જઈ રહ્યું છે. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) તેના Global Access પ્લેટફોર્મ દ્વારા અમેરિકન શેરબજારમાં સીધું ટ્રેડિંગ શરૂ કરી દીધું છે.

2 / 9
ટૂંકમાં, હવે ભારતીય રોકાણકારો Apple અને Microsoft જેવી US-લિસ્ટ કંપનીઓના શેર ખરીદી શકશે. ખાસ વાત એ છે કે, આમાં ફ્રેક્શનલ ઇન્વેસ્ટિંગ (Fractional Investing), ડિજિટલ KYC અને RBI ના LRS નિયમો હેઠળ સુરક્ષિત રોકાણની સુવિધા આપવામાં આવી છે, જેનાથી રિટેલ રોકાણકારો માટે ગ્લોબલ એક્સપોઝર સરળ બનશે.

3 / 9
આ મહત્વના નિર્ણય બાદ, ભારતીય રોકાણકારો હવે Apple અને Microsoft જેવી મોટી અમેરિકન કંપનીઓના શેરમાં સીધું જ રોકાણ કરી શકશે. ઘરેલું રોકાણકારોને ભારતીય બજારની બહાર ગ્લોબલ એક્સપોઝર આપવાની દિશામાં આ પહેલ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે.

4 / 9
NSE IX ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વી. બાલાસુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. આગામી 3 થી 6 મહિનામાં આ પ્લેટફોર્મ દ્વારા 30 થી વધુ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

5 / 9
હાલમાં પ્રથમ તબક્કામાં US માર્કેટને લાઈવ કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય રોકાણકારોનો સૌથી વધુ રસ અમેરિકન શેરબજારમાં જોવા મળે છે. આ સમગ્ર રોકાણ RBI ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ થશે. આ યોજના અનુસાર, કોઈ પણ ભારતીય રોકાણકાર એક નાણાકીય વર્ષમાં 2,50,000 અમેરિકી ડોલર સુધીનું વિદેશમાં રોકાણ કરી શકે છે.

6 / 9
સૌથી મોટી ખાસિયત એ છે કે, આ પ્લેટફોર્મ પર ફ્રેક્શનલ ઇન્વેસ્ટિંગ (fractional investing) ની સુવિધા ઉપલબ્ધ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ શેરની કિંમત વધારે હોય, તો રોકાણકાર તેનો નાનો હિસ્સો પણ ખરીદી શકે છે. ઉદાહરણ તરીકે, Appleનો આખેઆખો શેર મોંઘો હોઈ શકે છે પરંતુ રોકાણકાર માત્ર 5 ડોલર કે 10 ડોલરનો હિસ્સો પણ ખરીદી શકે છે.

7 / 9
તમામ રોકાણ અમેરિકી ડોલરમાં થશે. ભારતથી મોકલેલી રકમ ફોરેન રેમિટન્સ દ્વારા ડોલરમાં રૂપાંતરિત થશે અને તેના દ્વારા જ ટ્રેડિંગ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રાખવામાં આવી છે. Aadhaar, PAN અને DigiLocker દ્વારા માત્ર 30 થી 45 સેકન્ડમાં KYC પૂર્ણ કરી શકાય છે. ત્યારબાદ રોકાણકાર GIFT City ના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને ટ્રેડિંગ શરૂ કરી શકે છે.

8 / 9
હાલમાં માત્ર ઇક્વિટી (equities) અને ETFs માં રોકાણની સુવિધા આપવામાં આવી છે. LRS ના નિયમોને કારણે ડેરિવેટિવ્ઝ (derivatives), ક્રિપ્ટો અને ડિજિટલ એસેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

9 / 9
NSE IX ના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં ત્રીજા તબક્કામાં ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી શકે છે. એક્સચેન્જનો હેતુ GIFT City ને એવું ફાઇનાન્શિયલ ગેટ-વે બનાવવાનો છે કે, જ્યાંથી ભારતમાં ઇનબાઉન્ડ (inbound) અને દુનિયામાં આઉટબાઉન્ડ (outbound) એમ બંને રોકાણને પ્રોત્સાહન મળે.

Published On - 5:22 pm, Wed, 25 February 26