Budget 2025 : AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
બજેટ 2025માં ભારત સરકારે AI શિક્ષણ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને AI ક્ષેત્રમાં અત્યાધુનિક કૌશલ્યો પ્રદાન કરશે અને ઉદ્યોગોમાં તેની ઉપયોગિતાને પ્રોત્સાહન આપશે.
સેન્ટર ઓફ એક્સેલન્સના આ સેન્ટરો દેશભરના યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં AI શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે સજ્જ હશે. AI સાથે જોડાયેલી નવી ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામોને આગળ ધપાવવું એ સેન્ટર ઓફ એક્સેલન્સનું મુખ્ય ઉદ્દેશ છે.
5 / 5
AIના ક્ષેત્રમાં કૌશલ્ય અને જ્ઞાનમાં વધારો કરીને ભારતની ટેકનોલોજી અને પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો ભારત સરકારનો આ પ્રયાસ છે. (All Photo Credit : PTI / GETTY)