ક્રેડિટ કાર્ડને કહો ‘બાય બાય’! હવે UPI પર મળશે ‘Loan’, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે

હવે ક્રેડિટ કાર્ડના બોજથી છૂટકારો મેળવવાનો સમય આવી ગયો છે. વાત એમ છે કે, UPI લોન હવે વધુ ઝડપી અને સરળ બની છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે ₹1 પણ વ્યાજ ભરવું પડશે નહીં.

| Updated on: Jan 23, 2026 | 5:22 PM
1 / 8
દેશમાં ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. પાનની દુકાનથી લઈને બીજા મોટા પેમેન્ટ્સ માટે હવે લોકો યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરી રહ્યા છે.

2 / 8
ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2025માં UPI દ્વારા 21 અબજ 63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 29 ટકાનો જંગી વધારો દર્શાવે છે. એવામાં હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે.

3 / 8
સરળ શબ્દોમાં કહીએ તો, તમે ક્રેડિટ કાર્ડની જેમ જ UPI એપ દ્વારા પણ નાના-મોટા ખર્ચ માટે 5,000 રૂપિયા સુધીની ક્રેડિટ લાઇન એટલે કે લોન લઈ શકશો. UPI ક્રેડિટ લાઇનની ખાસ વાત એ છે કે, તમને ક્રેડિટ કાર્ડની જેમ જ આના પર વ્યાજમુક્ત સમયગાળો (interest-free period) મળશે. ટૂંકમાં, તમને વ્યાજ વગર પૈસા પાછા આપવા માટે સમય આપવામાં આવશે.

4 / 8
ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) બંને મળીને આ સિસ્ટમને વહેલી તકે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારની આ નવી વ્યવસ્થાની સૌથી મોટી અસર નિયમિત આવક ધરાવતા લોકો અથવા નાના વેપારીઓ પર જોવા મળશે.

5 / 8
અવારનવાર બેંકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેવા માટે નાના વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ સુવિધાથી તેમને મોટી રાહત મળશે. આ સુવિધા હેઠળ, તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ સરળતાથી પેમેન્ટ કરી શકશો.

6 / 8
કેટલીક બેંકો ક્રેડિટ લાઇન પર 30 થી 45 દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી (વ્યાજમુક્ત) સમય આપશે. આ સમયગાળામાં પૈસા પાછા ચૂકવવાથી તમારે 1 રૂપિયો પણ વ્યાજ આપવું પડશે નહીં.

7 / 8
જણાવી દઈએ કે, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર ક્રેડિટ આપવાની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી પરંતુ વચ્ચે તેની ગતિ ધીમી પડી ગઈ હતી. આની પાછળના 2 (બેંકિંગ રેગ્યુલેટરના આંતરિક વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ અને વ્યાજમુક્ત સમયગાળો) મુખ્ય કારણો હતા.

8 / 8
જો કે, હવે યસ બેંક અને સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંક જેવી કેટલીક બેંકોએ આ દિશામાં પગલું ભર્યું છે, જેનાથી આગામી 3-6 મહિનામાં બીજી બેંકો પણ તેમાં જોડાય તેવી આશા વધી છે.