Breaking News: મોદી હૈ તો મુમકિન હૈ ! UAE ના શેખ સાથે મળીને ભારત માટે લાવ્યા ‘મોટો ખજાનો’, ગુજરાતની કિસ્મત પણ ખીલી ઊઠી

ભારત અને UAE ની દોસ્તી હવે એક નવા સ્તરે પહોંચી ગઈ છે. હાલમાં જ વડાપ્રધાન મોદીની UAE મુલાકાતે આખા દેશમાં ચર્ચા જગાવી છે. વાત એમ છે કે, વડાપ્રધાન મોદીની UAE મુલાકાતે ભારત માટે સફળતાના નવા દ્વાર ખોલી દીધા છે.

| Updated on: May 15, 2026 | 4:52 PM
1 / 8
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંબંધોમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાનની ટૂંકી પરંતુ અત્યંત મહત્વની UAE મુલાકાત ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મોટા ફાયદા લઈને આવી છે. આ પ્રવાસ દરમિયાન ગેસ સપ્લાય, સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ, ઓઈલ રિઝર્વ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ જેવા ઘણા મોટા કરારો થયા છે.

2 / 8
Breaking News: મોદી હૈ તો મુમકિન હૈ ! UAE ના શેખ સાથે મળીને ભારત માટે લાવ્યા ‘મોટો ખજાનો’, ગુજરાતની કિસ્મત પણ ખીલી ઊઠી

3 / 8
ભારત અને UAE વચ્ચે “Agreement on Framework for the Strategic Defence Partnership” પર સહમતિ બની છે. આનો અર્થ એ છે કે, બંને દેશો હવે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત કરશે. આ કરાર હેઠળ ડિફેન્સ ટેકનોલોજી, સુરક્ષા સહયોગ અને પ્રાદેશિક સ્થિરતા પર સાથે મળીને કામ કરવામાં આવશે. પશ્ચિમ એશિયાના બદલાતા જીઓ-પોલિટિકલ માહોલ વચ્ચે આ કરાર ભારત માટે ખૂબ જ મહત્વનો છે.

4 / 8
ATF કિંમતો : માત્ર LPG ગેસ સિલિન્ડર જ નહીં; મહિનાના પહેલા દિવસે, તેલ કંપનીઓ ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ સુધારો કરે છે - ખાસ કરીને, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF). આ કિંમતોમાં કોઈપણ વધઘટની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર પડે છે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે ATFના ભાવ પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે; હાલમાં, દિલ્હીમાં જેટ ઇંધણનો ભાવ ₹104,927 પ્રતિ કિલોલીટર છે. (ફોટો ક્રેડિટ-Google)

5 / 8
ભારત અને UAE વચ્ચે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) સપ્લાય અંગે પણ કરાર થયો છે. ભારત વિશ્વના સૌથી મોટા LPG ઉપભોક્તા દેશોમાંનો એક હોવાથી આ કરાર સ્થાનિક ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં અને ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે.

6 / 8
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, વાડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે MoU સાઈન થયા છે. આ પ્રોજેક્ટ ભારતના મરીન અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ક્રાંતિ લાવશે, જેનાથી લોજિસ્ટિક્સ અને પોર્ટ સર્વિસિસને વેગ મળશે તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે.

7 / 8
UAE દ્વારા જાહેર કરાયેલ 5 બિલિયન ડોલરનું રોકાણ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવી ગતિ લાવશે. RBL બેંક અને સંમન કેપિટલમાં રોકાણના સમાચારને કારણે માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં વિદેશી રોકાણકારોનો ભરોસો વધુ મજબૂત થયો છે.

8 / 8
'UAE' ભારતનું અત્યંત મહત્વનું વ્યુહાત્મક ભાગીદાર છે. ઊર્જા, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સંબંધો સતત ગાઢ બની રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભારત અને UAE હવે માત્ર વેપારી ભાગીદારો નથી પરંતુ લાંબાગાળાના 'સ્ટ્રેટેજિક પાર્ટનર્સ' તરીકે વિશ્વ મંચ પર આગળ વધી રહ્યા છે.

Follow Us