8મા પગાર પંચ પહેલા લાખો કર્મચારીઓ માટે ‘ખુશખબર’… EPFO એ પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે દર મહિને આવશે વધુ પૈસા

હોળીના તહેવાર પહેલા અને 8મા પગાર પંચની આતુરતા વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે.

| Updated on: Feb 23, 2026 | 6:09 PM
1 / 10
8મા પગાર પંચ પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) કર્મચારીઓને મોટી રાહત આપી છે. કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ‘હાયર પેન્શન’ (વધારે પેન્શન) માટેનો જૂનો વિકલ્પ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

2 / 10
હવે પાત્ર કર્મચારીઓ તેમના વાસ્તવિક બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા (DA) ના આધારે પેન્શનમાં વધુ યોગદાન આપવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આ નિર્ણયથી નિવૃત્તિ પછી મળતા માસિક પેન્શનમાં મોટો વધારો શક્ય બનશે.

3 / 10
આ સુવિધા મુખ્યત્વે એવા કર્મચારીઓ માટે છે કે, જેમણે 1 સપ્ટેમ્બર 2014 પહેલા 'હાયર પેન્શન'નો વિકલ્પ પસંદ કર્યો હતો. આવા કર્મચારીઓ હવે તેમના પૂરેપૂરા બેઝિક પગાર અને ડીએ (DA) પર પેન્શન યોગદાનનો લાભ ફરીથી મેળવી શકશે.

4 / 10
ખાસ કરીને એવા વરિષ્ઠ કર્મચારીઓ કે, જેમનો બેઝિક પગાર વધારે છે, તેમને આનો સૌથી વધુ ફાયદો મળી શકે છે. જો કે, આના કારણે ભવિષ્ય નિધિ (PF) માં એકસાથે મળતી રકમમાં થોડો ઘટાડો થઈ શકે છે, કારણ કે એમ્પ્લોયર (નિયોક્તા) ના હિસ્સાનો મોટો ભાગ હવે પેન્શન ખાતામાં જશે.

5 / 10
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોઈ નવી યોજના નથી પરંતુ અગાઉથી ઉપલબ્ધ જોગવાઈની પુનઃસ્થાપના છે. વર્ષ 2014માં લાગુ કરવામાં આવેલી વેતન મર્યાદા પછી, જે મૂંઝવણ અને વિવાદો ઊભા થયા હતા, તેને દૂર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

6 / 10
આ સુવિધા તમામ EPFO સભ્યોને લાગુ પડતી નથી. ટૂંકમાં, જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર 2014 પછી નોકરીમાં જોડાયા છે, તેઓ હાયર પેન્શનના વિકલ્પ માટે પાત્ર નથી. તેમના માટે પેન્શન પાત્ર વેતનની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા જ રહેશે.

7 / 10
આ ઉપરાંત, જેમણે ક્યારેય તેમના વાસ્તવિક પગાર પર પેન્શન યોગદાનનો વિકલ્પ પસંદ કર્યો નથી અથવા જેઓ 1 સપ્ટેમ્બર 2014 પહેલા નિવૃત્ત થઈ ગયા હતા અને તે સમયે હાયર પેન્શન લીધું ન હતું, તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.

8 / 10
1 સપ્ટેમ્બર 2014 પહેલા કર્મચારીઓ તેમના વાસ્તવિક પગારના આધારે વધુ પેન્શન યોગદાન આપી શકતા હતા. ખાસ કરીને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને આનો લાભ મળતો હતો પરંતુ બાદમાં પેન્શન પાત્ર વેતનની મર્યાદા 15,000 રૂપિયા નક્કી કરવામાં આવી, જેના કારણે હાયર પેન્શનનો વિકલ્પ અસરકારક રીતે મર્યાદિત થઈ ગયો.

9 / 10
વર્તમાન નિયમ મુજબ, કર્મચારી અને એમ્પ્લોયર (નિયોક્તા) બંને બેઝિક પગાર અને ડીએના 12-12 ટકા EPF ખાતામાં જમા કરે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે અને 3.67 ટકા PF ખાતામાં જમા થાય છે.

10 / 10
ન્યૂનતમ EPS પેન્શન 1,000 રૂપિયા નક્કી છે, જ્યારે મહત્તમ પેન્શન પાત્ર વેતન 15,000 રૂપિયા હોવાને કારણે મહત્તમ માસિક પેન્શન 7,500 રૂપિયા સુધી મર્યાદિત છે. હાયર પેન્શન વિકલ્પની પુનઃસ્થાપનાથી પાત્ર કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સ્થિર અને સારા માસિક પેન્શનનો લાભ મળી શકશે.