
1737માં થયેલા ભોપાલના યુદ્ધમાં પેશ્વા બાજીરાવ પ્રથમની સેનાએ મુઘલ, નિઝામ અને નવાબની સંયુક્ત શક્તિને હરાવી હતી. આ વિજય પછી માલવા પ્રદેશ, જેમાં ભોપાલ સહિતના વિસ્તારો આવતાં હતા, મરાઠા સામ્રાજ્યના કબજામાં આવ્યો. (Credits: - Wikipedia)

1818માં નઝર મહંમદ ખાનના સમયમાં ભોપાલે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સંધિ કરી અને રજવાડું બન્યું. 1819 થી 1926 વચ્ચે ભોપાલ પર ચાર બેગમોએ શાસન કર્યું, જે તે સમય માટે ખૂબ અનોખું હતું. કુદસિયા બેગમ પ્રથમ મહિલા શાસક રહી. તેમની પુત્રી સિકંદર બેગમે 1857ના બળવા દરમિયાન અંગ્રેજોને ટેકો આપ્યો, જેના બદલામાં તેમને રાજાનો દરજ્જો, 19 તોપોની સલામી અને ભારતના સ્ટારનો ગ્રાન્ડ ક્રોસ આપવામાં આવ્યો. (Credits: - Wikipedia)

સિકંદર બેગમના શાસન બાદ 1868માં શાહજહાં બેગમ સિંહાસન પર આવી અને 1901 સુધી શાસન કર્યું. ત્યારબાદ તેમની પુત્રી કૈખુસરાઉ જહાં બેગમ બની, જેઓ 1926 સુધી શાસક રહી અને સ્ત્રી શાસક તરીકેની છેલ્લી વારસદાર હતી. 1926માં તેમણે પોતાના પુત્ર હમીદુલ્લાહ ખાનને ગાદી સોંપી, જેઓ 1947 સુધી રાજ્ય પર શાસન કરતા રહ્યા અને અંતિમ સાર્વભૌમ નવાબ બન્યા. બેગમોના સમયમાં ભોપાલને પાણી પુરવઠા પ્રણાલી, રેલ્વે, પોસ્ટલ સેવા અને 1907માં રચાયેલી નગરપાલિકા જેવી અનેક સુવિધાઓ મળી. (Credits: - Wikipedia)

હૈદરાબાદ પછી ભોપાલ ભારતનું બીજું સૌથી મોટું મુસ્લિમ શાસિત રજવાડું હતું. સ્વતંત્રતા પછી 1947માં, ત્યાંના અંતિમ નવાબે ભોપાલને સ્વતંત્ર રાજ્ય રૂપે જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ડિસેમ્બર 1948માં વિરોધ આંદોલનો શરૂ થયા અને શંકર દયાળ શર્મા જેવા અગ્રણીઓની ધરપકડ થઈ. થોડા સમય બાદ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા, અને અંતે 30 એપ્રિલ 1949ના રોજ નવાબે ભોપાલને ભારત સંઘમાં જોડાવાની સંધિ પર સહી કરી. 1 જૂન 1949થી ભોપાલ સત્તાવાર રીતે ભારતનો ભાગ બન્યો. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)