
જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.