દાદીમાના નુસ્ખા: બદલાતી ઋતુમાં શરદી-ઉધરસથી લઈને સાંધાના દુખાવામાં રાહત આપશે નાગરવેલના પાન

બેવડી ઋતુમાં ગળામાં ખરાશ, કફ અને પાચન સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની જાય છે. પૂજા અને મુખવાસમાં વપરાતા નાગરવેલના પાન અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. દાદીમાના જમાનાથી ચાલ્યા આવતા તેના 5 ચમત્કારિક દેશી નુસ્ખા વિશે જાણો.

| Updated on: Oct 14, 2026 | 7:15 AM
1 / 9
ભારતમાં પાનના શોખીનો મોટી સંખ્યામાં જોવા મળે છે અને બનારસી પાન તો દેશભરમાં જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે નાગરવેલના પાન અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ઋતુ બદલાતી વખતે તેનાથી તૈયાર થતા કેટલાક ઘરેલુ નુસ્ખા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે?

2 / 9
પાનનો ઉપયોગ ધાર્મિક પૂજા-અર્ચનાથી લઈને મહેમાનોના સ્વાગત સુધી કરવામાં આવે છે. કેટલાક લોકો નિયમિત મુખવાસ તરીકે પણ પાન ખાવાનું પસંદ કરે છે. હાલમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે; સવાર-સાંજ હળવી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આ બેવડી ઋતુમાં શરીરમાં કફ વધવાથી લઈને પાચન સંબંધી તકલીફો ઊભી થાય છે. આવા સમયે નાગરવેલના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જૂના જમાનાથી વડીલો આ દેશી નુસ્ખાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. આવો જાણીએ આવા જ 5 અસરકારક નુસ્ખા વિશે.

3 / 9
પરંપરાગત રીતે નાગરવેલના પાનને ઔષધીય માનવામાં આવે છે, જેનો ઉપયોગ સોજા ઘટાડવા, અપચો સુધારવા, શરદી-ઉધરસમાં રાહત મેળવવા અને મોંની દુર્ગંધ દૂર કરવા માટે થાય છે. સંશોધનો અનુસાર તેના અર્કમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

4 / 9
નાગરવેલના પાનના ગુણધર્મો: નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, નાગરવેલના પાનના અર્ક અને એસેન્શિયલ ઓઇલમાંથી પોલિફેનોલ્સ અને ટર્પેન્સ સહિતના બાયોએક્ટિવ ઘટકો મળી આવ્યા છે. પાનના મોટાભાગના સ્વાસ્થ્ય લાભો તેના ફેનોલિક કમ્પાઉન્ડ્સ સાથે જોડાયેલા છે.

5 / 9
ગળાની ખરાશ અને ઉધરસમાં રાહત: બદલાતા હવામાનમાં ગળામાં ખરાશ અને ઉધરસ થવી સામાન્ય છે. આનાથી રાહત મેળવવા માટે નાગરવેલના એક પાનમાં 3-4 કાળા મરીના દાણા, 1-2 તુલસીના પાન અને થોડી સાકર ઉમેરીને ચાવો અને તેનો રસ ધીમે-ધીમે ગળે ઉતારો. આનાથી ગળું સાફ થાય છે અને ઉધરસમાં તાત્કાલિક રાહત મળે છે.

6 / 9
પાચનતંત્રને રાખશે તંદુરસ્ત: નાગરવેલના પાન પાચન સુધારવામાં પણ મદદરૂપ છે. આ માટે માટીના વાસણમાં 2-3 પાન તોડીને નાખો. તેમાં એક ગ્લાસ પાણી અને થોડો અજમો ઉમેરો. આ પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ધીમી આંચે ઉકાળો. ગેસ, પેટમાં ભારેપણું કે પેટ સાફ ન આવતું હોય ત્યારે આ ઉકાળો દિવસ દરમિયાન થોડો-થોડો પીવો. નાના બાળકને 1 ચમચી આપી શકાય છે.

7 / 9
સાંધાના દુખાવામાં ઘટાડો: વાતાવરણ ઠંડુ થતાં ઘણા લોકોને સાંધાનો દુખાવો અને સોજાની તકલીફ થાય છે. આ માટે નાગરવેલના પાન પર થોડું સરસવનું તેલ (અથવા તલનું તેલ) લગાવી હળવું ગરમ કરો અને તેને દુખાવાવાળા સાંધા પર બાંધી લો. ઇચ્છો તો તેમાં ચપટી હળદર પણ લગાવી શકો છો, જેનાથી ઝડપી આરામ મળે છે.

8 / 9
છાતીમાં જામી ગયેલા કફ માટે નુસ્ખો:  બાળકો કે મોટેરાંની છાતીમાં કફ જામી જાય ત્યારે આ નુસ્ખો ખૂબ અજમાવવામાં આવે છે. પાન પર સરસવનું તેલ લગાવી તેને આંચ પર હળવું ગરમ કરો. ત્યારબાદ તેના પર સહેજ મધ લગાવી છાતી પર શેક માટે મૂકો. ધ્યાન રહે કે પાન માત્ર નવશેકું ગરમ હોવું જોઈએ, વધારે ગરમ રાખવાથી ત્વચા દાઝી શકે છે.

9 / 9
નોંધ: આ પરંપરાગત ઘરેલુ નુસ્ખાઓ છે. કફ, શરદી કે તાવની ગંભીર સમસ્યા જણાય તો યોગ્ય તબીબી સલાહ લેવી હિતાવહ છે, ખાસ કરીને બાળકોની બાબતમાં વધારે સાવચેતી રાખવી જરૂરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.