
માર્જરાસન: બોડીને ટેબલ ટોપ પોઝિશનમાં લો. હવે તમારા હાથ અને ઘૂંટણ તમારા કમરની નીચે જમીન પર રાખો અને તમારા ખભા અને કોણીને સીધી રેખામાં રાખો. ગરદન અને માથું સીધું રાખો અને કરોડરજ્જુને વાળશો નહીં. શરીરનું વજન હથેળીઓ અને ઘૂંટણ પર સમાન રીતે ફેલાવીને કમરને છત તરફ ઉંચો કરો.ઊંડો શ્વાસ લો અને પેટને અંદરની તરફ ખેંચો અને કમરને ઉપર ઉઠાવો.

પ્રાણાયામ: પ્રાણાયામનો અભ્યાસ મગજના કોષોમાં ઓક્સિજનનું પરિભ્રમણ વધુ સારું રાખવામાં મદદરૂપ થાય છે. આ યોગનો અભ્યાસ નર્વસ સિસ્ટમને વ્યવસ્થિત રાખવા, સ્થૂળતા, ડાયાબિટીસ ઘટાડવા અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રાણાયામ કરવાથી તણાવનું લેવલ પણ ઓછું થાય છે. જેને વાળ ખરવાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે. કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવાની આદત બનાવીને તમે શરીરને ઘણા ફાયદા આપી શકો છો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)