તમારા સપના પૂરા કરવા માટે સૌથી બેસ્ટ SIP કઈ? જાણો યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાની સૌથી સરળ રીત

આજકાલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને સૌથી સરળ અને બેસ્ટ રસ્તો માનવામાં આવે છે. જો કે, શું દરેક રોકાણકાર માટે એક જ પ્રકારની SIP સ્ટ્રેટેજી સાચી હોઈ શકે? તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી, લાર્જકેપ કે હાઇબ્રિડ ફંડ્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?

| Updated on: Sep 04, 2026 | 1:08 PM
1 / 7
એસઆઇપી (SIP) એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સરળ રસ્તો માનવામાં આવે છે. જો કે, દરેક રોકાણકાર માટે એક જ પ્રકારની SIP વ્યૂહરચના (Strategy) યોગ્ય ન હોઈ શકે. SIP માં નાણાં રોકતાં પહેલાં રોકાણકારે પોતાનો ફાઇનાન્શિયલ ગોલ (Financial Goal), તે લક્ષ્ય સુધી પહોંચવાનો સમય અને બજારના ઉતાર-ચઢાવ સહન કરવાની પોતાની ક્ષમતા સમજવી જોઈએ.

2 / 7
SIP નો નિર્ણય એ આધાર પર હોવો જોઈએ કે, તમારો ટાર્ગેટ (Target) શું છે? રોકાણ કયા ગોલ (Goal) માટે કરવામાં આવી રહ્યું છે અને તમારી પાસે તે ગોલ પૂરો કરવા માટે કેટલો સમય છે? જો કોઈ રોકાણકાર રિટાયરમેન્ટ (Retirement) માટે નાણાં એકઠા કરી રહ્યો હોય અને તેની પાસે લગભગ 15 વર્ષનો સમય હોય, તો SIP નો મોટો હિસ્સો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં (Equity Mutual Funds) રાખી શકાય છે.

3 / 7
નિષ્ણાતોના મતે, આવા લાંબાગાળાના લક્ષ્ય (Long-Term Goal) માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રાથમિકતા આપી શકાય છે. આ સાથે કમોડિટીઝમાં (Commodities) થોડું એલોકેશન અને સરખામણીમાં નાનો હિસ્સો ડેટમાં (Debt) રાખી શકાય છે. લાંબાગાળાના રોકાણકારો બજારની વધુ વોલેટિલિટી (Market Volatility) સહન કરવાની સ્થિતિમાં હોઈ શકે છે. તેથી, તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટીનો હિસ્સો વધારે હોઈ શકે છે.

4 / 7
જો રોકાણનું લક્ષ્ય માત્ર પાંચ વર્ષ દૂર હોય, તો તે ઇક્વિટી-હેવી સ્ટ્રેટેજી (Equity-heavy Strategy) યોગ્ય નહીં ગણાય. આવા કિસ્સામાં રોકાણકારો હાઇબ્રિડ ફંડ્સ (Hybrid Funds) તરફ જઈ શકે છે. જો ઇક્વિટીમાં જ ટકી રહેવું હોય તો મિડ કેપ (Mid Cap) અને સ્મોલ કેપ (Small Cap) ના બદલે લાર્જ કેપ ફંડ્સને (Large Cap Funds) વધુ પ્રાથમિકતા આપી શકાય છે. આનો હેતુ પોર્ટફોલિયોમાં જોખમ (Risk) ને અમુક અંશે ઓછું કરવાનો છે.

5 / 7
અવારનવાર રોકાણકારો SIP ને માત્ર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને રૂપી કોસ્ટ એવરેજિંગ (Rupee Cost Averaging) સાથે જોડીને જોતા હોય છે. એક્સપર્ટના મતે, SIP નો ઉપયોગ વિવિધ પ્રકારના એસેટ ક્લાસમાં (Asset Classes) પણ કરી શકાય છે. રોકાણકારો ડેટ ફંડ્સ (Debt Funds), લિક્વિડ ફંડ્સ (Liquid Funds) અને ગોલ્ડ-લિંક્ડ પ્રોડક્ટ્સમાં (Gold-linked Products) પણ SIP કરી શકે છે. SIP એ માત્ર શેરબજારમાં ધીમે-ધીમે નાણાં રોકવાની રીત નથી પરંતુ પોર્ટફોલિયો બનાવવા માટેનો એક વ્યાપક રસ્તો પણ હોઈ શકે છે.

6 / 7
એક્સપર્ટે રોકાણકારોની રિસ્ક ટોલરન્સને (Risk Tolerance) પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. ઘણા રોકાણકારો સારા રિટર્ન જોઈને માની લે છે કે, તેઓ બજારના ઉતાર-ચઢાવ સરળતાથી સહન કરી લેશે પરંતુ સાચી પરીક્ષા કડાકો કે લાંબા સમય સુધી બજારમાં સુસ્તી હોય ત્યારે થાય છે.

7 / 7
નિષ્ણાતે ભારતીય બજારના છેલ્લા લગભગ 23 મહિનાની રેન્જ-બાઉન્ડ મુવમેન્ટ (Range-bound Movement) અને વચ્ચે-વચ્ચે આવેલા કરેક્શન્સનું (Corrections) ઉદાહરણ આપ્યું હતું. આવા તબક્કામાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે. SIP શરૂ કરતાં પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે, તમે કેટલી વોલેટિલિટી સહન કરી શકો છો. સૌથી પહેલાં તમારો ગોલ નક્કી કરો, પછી ટાઇમ હોરાઇઝન (Time Horizon) અને રિસ્કના હિસાબે યોગ્ય એસેટ ક્લાસ પસંદ કરો.

Follow Us
Loading...
Unable to load recommendations.