
છેલ્લી દિવાળીથી અત્યાર સુધી સોનામાં રોકાણ કરનારાઓને સારું વળતર મળ્યું છે. ગોલ્ડ ETF અને ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ (FoF) ની કેટલીક સ્કીમોએ રોકાણકારોને ડબલ ડિજિટમાં વળતર આપ્યું છે. Value Research ના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં કેટલીક ગોલ્ડ સ્કીમોનું વળતર 16 ટકાથી પણ વધુ રહ્યું છે. હવે સવાલ એ છે કે, એક વર્ષના પરફોર્મન્સના આધારે કયા 10 ગોલ્ડ ETFએ સૌથી વધુ વળતર આપ્યું છે અને તેમાં 10,000 રૂપિયાનું રોકાણ હવે વધીને કેટલું થઈ ગયું હોત?

Value Research પર ઉપલબ્ધ આંકડા મુજબ, એક વર્ષના વળતરના આધારે Invesco India Gold ETF FoF Direct આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. આ સ્કીમે 16.36% વળતર આપ્યું છે. Axis Gold Direct 15.88% વળતર સાથે બીજા સ્થાને છે. આ લિસ્ટમાં ETF અને FoF બંને પ્રકારની સ્કીમો જોડાયેલ છે. Quantum Gold ETF FoF Direct એ 15.85% વળતર આપ્યું છે.

Tata Gold ETF એ 15.82% અને ABSL Gold ETF એ 15.81% નું વળતર નોંધાવ્યું છે. HDFC Gold ETF Fund of Fund Direct નું એક વર્ષનું વળતર 15.80% રહ્યું છે. આ લિસ્ટમાં DSP Gold ETF FoF Direct અને DSP Gold ETF અનુક્રમે 15.76% અને 15.75% વળતર સાથે 9માં તેમજ 10માં નંબરે યથાવત છે.

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં આ 10 ગોલ્ડ ETF અને FoF માં 10,000 રૂપિયા લગાવ્યા હોત, તો 16.36% વળતર આપનાર Invesco India Gold ETF FoF Direct માં રોકાણની વેલ્યુ વધીને 11,636 રૂપિયા થઈ જાત અને 1,636 રૂપિયાનો નફો થઈ ગયો હોત.

Axis Gold Direct માં 11,588 રૂપિયા, ABSL Gold Direct અને ICICI Prudential Gold ETF FoF Direct માં 11,587 રૂપિયા, Quantum Gold ETF FoF Direct માં 11,585 રૂપિયા, Tata Gold ETF માં 11,582 રૂપિયા, ABSL Gold ETF માં 11,581 રૂપિયા, HDFC Gold ETF Fund of Fund Direct માં 11,580 રૂપિયા, DSP Gold ETF FoF Direct 11,576 રૂપિયા અને DSP Gold ETF માં 11,575 રૂપિયા થઈ જાત.

ગોલ્ડ ETF એવી સ્કીમ છે, જેના યુનિટ શેરબજારમાં ખરીદી અને વેચી શકાય છે. આ માટે રોકાણકાર પાસે સામાન્ય રીતે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. બીજી તરફ, ગોલ્ડ ETF FoF એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જે મુખ્ય રૂપે ગોલ્ડ ETF ના યુનિટમાં રોકાણ કરે છે. આમાં રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી સોનામાં રોકાણ કરી શકે છે અને સામાન્ય રીતે ડીમેટ એકાઉન્ટની જરૂર હોતી નથી. જો કે, FoF માં રોકાણ સાથે જોડાયેલા Expense અને વળતરની રીત ETF કરતા અલગ હોઈ શકે છે.

ગોલ્ડ ETF અથવા FoF માં રોકાણ કરતા પહેલા માત્ર એક વર્ષનું વળતર જોવું પૂરતું નથી. રોકાણકારોએ Expense Ratio, Tracking Error, Liquidity ને પણ ચકાસવું જોઈએ. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, સોનાના ભાવમાં તેજી અને ઘટાડો બંને સંભવ છે. બીજું કે, છેલ્લા એક વર્ષમાં સારું વળતર આપતી સ્કીમ જરૂરી નથી કે આવતા વર્ષે પણ તેટલું જ વળતર આપે.