વરસાદી ઋતુમાં વાવો આ 5 ફૂલોના છોડ, બગીચો બનશે રંગબેરંગી અને સુગંધથી મહેકી ઊઠશે

વરસાદની ઋતુ છોડ વાવવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સિઝનમાં ભેજ અને અનુકૂળ વાતાવરણને કારણે ઘણા ફૂલોના છોડ ઝડપથી વિકસે છે. જો તમે તમારા ઘર અથવા બગીચાને સુંદર બનાવવા માંગતા હોય તો આ છોડ લગાવી શકો છો.

| Updated on: Jul 16, 2026 | 4:08 PM
1 / 5
તમે વરસાદની ઋતુમાં જાસુદનો છોડ રોપી શકો છો. જાસુદ એક બારમાસી છોડ છે. તેમાં આખું વર્ષ ફૂલ આવે છે. વરસાદની ઋતુ દરમિયાન સારી રીતે ઉગે છે. જાસુદ વિવિધ રંગોમાં આવે છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ રંગનો જાસુદ રોપી શકો છો. તમે કાપેલા છોડમાંથી પણ જાસુદ રોપી શકો છો. વરસાદની ઋતુ દરમિયાન જાસુદ પુષ્કળ ખીલે છે. (Image Source | iStock)

2 / 5
મોગરો પણ વરસાદમાં સારી રીતે વિકસે છે. તેના સફેદ મનમોહક સુગંધ ફેલાવે છે. તેને બાલ્કની અથાવા કુંડામાં લગાવી શકાય છે. રોજના 4થી 5 કલાક સૂર્યપ્રકાશ મળે તો છોડ વધુ સારી રીતે વિકસે છે. (Image Source | iStock)

3 / 5
રાતરાણીના ફૂલો મનમોહક સુગંધ માટે જાણીતા છે. વરસાદની ઋતુમાં આ છોડની રોપણી કરવાથી તે ઝડપથી વિકસે છે. તેને હળવા સૂર્યપ્રકાશવાળી જગ્યાએ રોપવો યોગ્ય રહે છે. (Image Source | iStock)

4 / 5
સદાબહારનો છોડ જેને બારમાસી પણ કહેવામાં આવે છે. તે વર્ષભર ઉગી શકે છે. પરંતુ વરસાદની ઋતુમાં તેમાં વધુ પ્રમાણમાં ફૂલો આવે છે. આ છોડ કુંડામાં સરળતાથી ઉગી શકે છે. હળવા સૂર્યપ્રકાશમાં આ છોડ સારી રીતે ખીલે છે. (Image Source | iStock)

5 / 5
જો તમને ફૂલોનો શોખ હોય તો વરસાદમાં ગુલાબનો છોડ લગાવી શકાય છે. વરસાદની ઋતુમાં ગુલાબનો નવો છોડ સરળતાથી તૈયાર થાય છે. રોજના 4થી 6 કલાક સૂર્યપ્રકાશ અને જૈવિક ખાતર મળવાથી છોડ ઝડપથી વિકસે છે અને સુંદર ફૂલો આવે છે. (Image Source | iStock)

Follow Us