ખુલ્લા પગે ચાલવાથી થતા અદભૂત ફાયદા, જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય!

ખુલ્લા પગે ચાલવાથી શરીરને અનેક આરોગ્યલાભ મળે છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નિયમિત ખુલ્લા પગે ચાલવું શરીરમાં ઊર્જા સંતુલન, રક્ત પરિભ્રમણ અને માનસિક શાંતિ માટે ફાયદાકારક છે. જાણો કે દરરોજ કેટલા મિનિટ ખુલ્લા પગે ચાલવું આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે અને તે કેવી રીતે તમારા શરીર અને મનને તાજગી આપે છે.

| Updated on: Sep 21, 2025 | 7:07 PM
4 / 7
આધુનિક જીવનશૈલીમાં ઊંઘની સમસ્યા સામાન્ય બની ગઈ છે, અને ઘણા લોકો અશાંતિપૂર્ણ ઊંઘથી પરેશાન રહે છે. જો તમે પણ શાંતિપૂર્ણ અને ગાઢ ઊંઘ મેળવવા માંગતા હો, તો આજથી જ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની આદત બનાવો. રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઘાસ પર ચાલવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. ( Credits: AI Generated )

5 / 7
ભીની ઘાસ કે માટી પર ખુલ્લા પગે ચાલવું શરીર માટે એક કુદરતી થેરાપી સમાન છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં એકઠી થયેલી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જમીન દ્વારા બહાર નીકળી જાય છે, જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને ઊર્જા સંતુલન માટે લાભદાયી માને છે. શરીરમાંથી વધારાની વિદ્યુત ઉર્જા બહાર જતા મન વધુ શાંત અને સ્થિર બને છે, તણાવ ઘટે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. સાથે જ, ખુલ્લા પગે ચાલવાથી તળિયે આવેલા નર્વ પોઈન્ટ્સ સક્રિય થાય છે, જે રક્તપ્રવાહને પ્રોત્સાહિત કરે છે અને શરીરમાં નવી તાજગીનો અનુભવ કરાવે છે. આ કારણસર રોજિંદી જીવનમાં ઓછામાં ઓછા 10-15 મિનિટ નાગા પગે ચાલવાનું નિષ્ણાતો સલાહ આપે છે. ( Credits: AI Generated )

6 / 7
ખુલ્લા પગે ચાલવું એડીનો દુખાવો, પગના સોજા અથવા થાક માટે એક કુદરતી ઉપચાર તરીકે કામ કરે છે. ઘાસ, માટી અથવા રેતી પર ખુલ્લા પગે ચાલવાથી પગના તળિયામાં આવેલા નર્વ પોઈન્ટ્સ પર દબાણ પડે છે, જે રક્તપ્રવાહને સુધારે છે અને સોજો ધીમે ધીમે ઘટાડી શકે છે. આ પ્રક્રિયા પગના હાડકાં અને મસલ્સને મજબૂત બનાવે છે અને એડીના દુખાવાથી રાહત આપે છે. નિયમિત રીતે થોડો સમય ખુલ્લા પગે ચાલવાથી પગનો થાક ઉતરી જાય છે. ( Credits: AI Generated )

7 / 7
સવારે અને સાંજે ખુલ્લા પગે ચાલવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે આ સમયે હવા તાજી હોય છે અને શરીર વધુ ઊર્જાવાન અનુભવ કરે છે. આયુર્વેદ મુજબ, વસંત ઋતુ ખુલ્લા પગે ચાલવા માટે વિશેષ ફાયદાકારક છે, કારણ કે આ સમયે શરીરમાં કફ દોષ વધુ સક્રિય બને છે.  તમે દરરોજ સવારે અથવા સાંજે ખુલ્લા પગે ચાલવાની આદત અપનાવો તો આરોગ્યને સતત લાભ મળી શકે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) ( Credits: AI Generated )