
મોટાભાગે લોકો વાળમાં તેલ લગાવવાની ભલામણ કરે છે.વાળમાં તેલ લગાવવાથી વાળને જરૂરી પોષણ મળે છે અને વાળ મજબૂત બને છે.

વાળની તંદુરસ્તી માટે તેલ અસરકારક હોય છે. શરીરના પોષણ માટે ખોરાક આવશ્યક હોય તેમજ વાળ માટે તેલ જરૂરી છે.

વાળ ધોવાના ઓછામાં ઓછા 30થી 40 મિનિટ પહેલા તેલ લગાવવું જોઈએ. સારા પરિણામ માટે એક કલાક પહેલા પણ તેલ લગાવી શકો છો.

નિષ્ણાતોના મુજબ, રાત્રે તેલ લગાવવાથી અને પછી બીજા દિવસે સવારે ધોવાથી વાળનો ગ્રોથ થઈ શકે છે.

અઠવાડિયામાં 1થી 2 વાર તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ. તેનાથી તમને સકારાત્મક પરિણામો જોવા મળશે.

વાળ ધોતા પહેલા ચોક્કસપણે તેલ લગાવવું જોઈએ કેમ કે તેલમાં રહેલા પોષક તત્વો તમારા વાળને મજબૂત બનાવે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.