
અત્યાર સુધી કંપનીએ રોકાણકારોને બોનસને બદલે ડિવિડન્ડ દ્વારા રિટર્ન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018 થી કંપનીએ પ્રતિ શેર ₹330 થી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું છે.

BSE પર જૂન ક્વાર્ટરના શેરહોલ્ડિંગની માહિતી અનુસાર, HDFC AMCમાં 4,00,000 થી વધુ રિટેલ રોકાણકારોનો હિસ્સો છે. નાના રોકાણકારો એવા છે કે, જેમની પાસે ₹2 લાખ સુધીના શેરહોલ્ડિંગ છે. આવા શેરધારકો કંપનીમાં 6.51% હિસ્સો ધરાવે છે. આ દરમિયાન, પ્રમોટર્સ 52.4% હિસ્સો ધરાવે છે. પ્રમોટર ગ્રુપમાં HDFC અને સ્ટાન્ડર્ડ લાઇફ (મોરિશિયસ) હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2-FY26) માં, કંપનીનો ચોખ્ખો નફો 24.6% વધીને ₹718.3 કરોડ થયો, જ્યારે આવક 15.8% વધીને ₹1,027.4 કરોડ થઈ. હાલમાં મજબૂત પરિણામો અને બોનસ ઇશ્યૂને કારણે શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

બુધવારે 15 ઓક્ટોબરના રોજ HDFC AMCના શેર 1.9% વધીને ₹5,709 થયા. HDFC AMCના આ પગલાથી મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. આ બોનસ શેર ઇશ્યૂથી ફક્ત લોન્ગ ટર્મના રોકાણકારોને ફાયદો થશે એન એમાંય સ્ટોક લિક્વિડિટીમાં પણ વધારો થશે.