
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.

આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું હતું કે, "અહીં સ્થાપત્ય પદ્ધતિઓને વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડવામાં આવી છે.
Published On - 11:58 pm, Sun, 3 March 24