‘બેંક’ ચેકની પાછળ સહી કેમ કરાવે છે ? આની પાછળનું મુખ્ય કારણ તમને ખબર છે કે નહીં?

આજે પણ ભારતમાં લાખો લોકો બેંકિંગ વ્યવહાર માટે ચેકનો ઉપયોગ કરે છે. ચેક જમા કરાવતી વખતે બેંક ઘણીવાર ગ્રાહકોને ચેકની પાછળ સહી કરવાનું કહે છે. એવામાં શું તમને ખબર છે કે, 'બેંક' ચેકની પાછળ સહી કેમ કરાવે છે?

| Updated on: Jan 13, 2026 | 5:06 PM
1 / 8
હાલની તારીખમાં પણ ભારતમાં લાખો લોકો બેંકિંગ વ્યવહાર માટે ચેકનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે, ચેક જમા કરાવતી વખતે બેંક ઘણીવાર ગ્રાહકોને ચેકની પાછળ સહી કરવાનું કહે છે પરંતુ આની પાછળનું મહત્ત્વ શું? આ વાત મોટાભાગના લોકો જાણતા નથી.

2 / 8
ઘણા લોકો આ પ્રોસેસને સમજી શકતા નથી અને તેને ફક્ત એક ઔપચારિકતા માને છે પરંતુ આ પાછળ બેંકની એક ખાસ સુરક્ષા વ્યવસ્થા છે. આ નિયમ છેતરપિંડી અટકાવવા અને પૈસા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. બેરર ચેકના કિસ્સામાં આનું મહત્વ ખાસ કરીને વધારે છે.

3 / 8
બેંકમાં ચેકની પાછળ સહી એટલા માટે કરાવવામાં આવે છે, કારણ કે બેંકને ખાતરી થઈ શકે કે, ચેક જે વ્યક્તિના નામે છે તે જ વ્યક્તિ દ્વારા ચેક પર સહી કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચેકનો ખોટો ઉપયોગ થતો અટકાવે છે અને વ્યવહારને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. આને 'એન્ડોર્સમેન્ટ' કહેવામાં આવે છે.

4 / 8
આનાથી બેંકને ખાતરી મળે છે કે, પેયી પોતે વ્યવહારને મંજૂરી આપી રહ્યો છે. આ પ્રક્રિયા ચેકનો દુરુપયોગ અટકાવવામાં મદદ કરે છે અને બેંક સાથેના વ્યવહારનો રેકોર્ડ પણ બનાવે છે.

5 / 8
એન્ડોર્સમેન્ટ એટલે ચેક જમા કરાવવાની કે રોકડ કરવાની પરવાનગી આપવી. એવામાં જ્યારે પેયી ચેકની પાછળ સહી કરે છે, ત્યારે તે સાબિત કરે છે કે, તેને ચેક મળ્યો છે. બેંક આ સહી પુરાવા તરીકે રાખે છે. ભવિષ્યમાં કોઈપણ વિવાદના કિસ્સામાં આ સહી ઉપયોગી સાબિત થાય છે. આનાથી ટ્રાન્ઝેક્શનમાં ટ્રાન્સપેરેન્સી જળવાઈ રહે છે.

6 / 8
'બેરર ચેક' એ એક એવો ચેક છે કે, જે કોઈપણ વ્યક્તિ બેંકમાં રજૂ કરી શકે છે. આનાથી છેતરપિંડી થવાની શક્યતા વધુ હોય છે. આથી, સુરક્ષા કારણોસર બેંક ચેક પાછળ સહી માંગે છે. જો ચેક ખોવાઈ જાય અથવા ખોટા હાથમાં જાય, તો બેંક પાસે તપાસ કરવાનો આધાર છે.

7 / 8
એકાઉન્ટ-પેયી ચેકમાં બે લાઇન દોરેલી હોય છે અને ચેકની રકમ સીધી એ જ બેંક ખાતામાં જમા થાય છે, જેના નામે ચેક લખાયેલો હોય છે. આવા ચેકમાં સામાન્ય રીતે પાછળ સહી કરવાની જરૂર હોતી નથી, કારણ કે ચેકની રકમ સીધી ચેક પર દર્શાવેલા નામના બેંક ખાતામાં જ જમા થાય છે. જો કે, કેટલીક બેંકોને વધારાની સુરક્ષા માટે સહીની જરૂર પડી શકે છે. સરળ રીતે કહીએ તો, આ સંપૂર્ણપણે બેંકની આંતરિક પ્રક્રિયા પર આધાર રાખે છે.

8 / 8
ચેકની પાછળ સહી કરવાથી ગ્રાહક પોતે સુરક્ષિત રહે છે. બેંક ખાતા પરની સહી વેરિફાઈ કરે છે. આનાથી ચેક ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો નુકસાન થવાનું જોખમ ઓછું રહે છે. કોઈપણ વિવાદમાં સહી મજબૂત પુરાવા તરીકે કામ કરે છે. એકંદરે, આ નિયમ ગ્રાહક અને બેંક બંને માટે ફાયદાકારક છે.