તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? જાણો લોનની અરજી કરતા પહેલા કઈ બાબતોનું રાખશો ધ્યાન

|

Feb 19, 2024 | 2:39 PM

ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. ઘર માટે લોકો પોતાની બચત સાથે હોમ લોન પણ લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી હોમ લોનની ચૂકવણી કરતી વખતે તમને કોઈ સમસ્યા ન આવે.

1 / 5
ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. ઘર માટે લોકો પોતાની બચત સાથે હોમ લોન પણ લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી હોમ લોનની ચૂકવણી કરતી વખતે તમને કોઈ સમસ્યા ન આવે. ચાલો જાણીએ કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

2 / 5
ઘરની ખરીદ કરતી વખતે તમારે રિસર્ચ કરવું જરૂરી છે. હાલ હોમ લોન લેવા માટે ઘણા વિકલ્પો છે. તમારે ચેક કરવું જોઈએ કે કઈ બેંક તમને સસ્તા વ્યાજ દર પર હોમ લોન આપશે. આ ઉપરાંત લોન રીપેમેન્ટ કરવાના નિયમો અને શરતો વિશે જાણવું જોઈએ, જેથી લોન પરત કરતી વખતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

3 / 5
બેંક હોમ લોન બે પ્રકારના વ્યાજ દર પર આપે છે. એક છે ફ્લોટિંગ રેટ અને બીજું છે ફિક્સ્ડ રેટ. ફ્લોટિંગ રેટમાં હોમ લોનનો વ્યાજ દર RBI દ્વારા નક્કી કરવામાં આવતા રેપો રેટના આધારે નક્કી કરવામાં આવે છે. જો તેમાં ઘટાડો થાય છે તો હોમ લોનના વ્યાજ દર ઘટે છે. જો રેપો રેટ વધે તો લોન પર વ્યાજ વધે છે. ફિક્સ્ડ રેટમાં હોમ લોનનું વ્યાજ સમગ્ર કાર્યકાળ દરમિયાન એક સરખો રહે છે.

4 / 5
હોમ લોન લેતા પહેલા સૌથી મહત્વનું છે કે તમારે આવક કેટલી છે. તમારે હંમેશા તમને મળતા પગાર અનુસાર જ હોમ લોન લેવી જોઈએ. તમારી હોમ લોનનો હપ્તો એટલે કે EMI ક્યારેય તમારી કુલ આવકના 50 ટકાથી વધારે હોવી જોઈએ નહીં.

5 / 5
હાલમાં હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે લેવી જોઈએ. તેનાથી એ ફાયદો થશે કે જ્યારે પણ તમારી પાસે વધારાના રૂપિયા હશે, ત્યારે તમે વધારાની રકમની ચૂકવણી કરી સરળતાથી તમારી લોનનો હપ્તો ઘટાડી શકો છો. બધી જ સરકારી અને પ્રાઈવેટ બેંક લોકોને આ સુવિધા આપે છે.

Next Photo Gallery