Gujarati News Photo gallery Bank Loan After paying personal loan complete these unfinished tasks you will get loan easily second time Loan Interest Rate
પર્સનલ લોનની ચૂકવણી કર્યા બાદ આ અધૂરા કામ જરૂરથી પૂરા કરો, બીજી વખત તમને સરળતાથી મળશે લોન
પર્સનલ લોન ચૂકવ્યા બાદ તમારે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર હોય છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. જો તમે લોન બંધ કર્યા પછી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લો તો તમારા માટે સરળતા રહેશે.
1 / 5
પર્સનલ લોન ઉંચા વ્યાજ પર મળતી હોય છે. તેથી જો તમે લોનની બેંકને ચૂકવણી કરો છો પછી તેના સાથે સંબંધિત કામ કરવા જરૂરી છે. લોન ચૂકવ્યા બાદ તમારે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર હોય છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. જો તમે લોન બંધ કર્યા પછી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લો તો તમારા માટે સરળ રહેશે.
2 / 5
લોનની ચૂકવણી કર્યા બાદ તમારી બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા નો ડ્યૂઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે જે તમારે તમારી લોન ચૂકવ્યા બાદ તરત જ બેંક પાસેથી લેવું જોઈએ. આ સર્ટિફિકેટ દ્વારા તમે સાબિત કરી શકો છો કે તમે તમારી લોન ચૂકવી દીધી છે. તમારે બીજી કોઈ લોન લેવાની હોય ત્યારે તમારે આ દસ્તાવેજની જરૂર પડશે.
3 / 5
નો ડ્યૂઝ સર્ટિફિકેટ સાથે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તમને સાબિત કરવામાં મદદ કરશે કે તમારી લોન સંપૂર્ણ અને સમયસર ચૂકવવામાં આવી છે. આ એક વૈકલ્પિક દસ્તાવેજ છે જે કેટલીક બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત તમારે તમારા ક્રેડિટ સ્કોરમાં કોઈપણ વિસંગતતા પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમને કંઇક ખોટું જણાય, તો તમે જરૂરી ફેરફારો કરવા માટે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.
4 / 5
જો તમારી પાસે કેટલાક ચેક છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તો તમારે તે પણ પરત મેળવવા જોઈએ. નો ડ્યુ સર્ટિફિકેટ અને ન વપરાયેલ ચેક સામાન્ય રીતે લોન બંધ કરવાની પ્રક્રિયાના છેલ્લા સ્ટેપ્સનું પ્રતિક છે.
5 / 5
તમારે લોન પૂરી થયા બાદ ક્રેડિટ સ્કોર તપાસવો જરૂરી નથી. પરંતુ સ્કોર્સમાં કોઈ તફાવત નથી તેની ખાતરી કરવા માટે તમે સ્કોર્સ તપાસો તેની સલાહ છે. હાલની લોન બંધ થયાના 1 થી 2 વર્ષમાં તમને બીજી લોન લેવાની થાય તો ચોક્કસપણે ક્રેડિટ સ્કોર ચેક કરો.