Banana Peel: કેળાની છાલમાં આ 3 વસ્તુઓ કરો મિક્સ, થોડાં જ દિવસોમાં તમારા દાંત મોતીની જેમ ચમકશે

|

Apr 02, 2025 | 3:08 PM

Banana Peel For Yellow Teeth: પીળા દાંત ફક્ત ખરાબ જ નથી દેખાતા પરંતુ તે તમારા ખરાબ ઓરલ હેલ્થને પણ દર્શાવે છે. આવી સ્થિતિમાં તમે આ પીળા દાંતથી છુટકારો મેળવવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો.

1 / 5
સ્મિત તમારી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ પીળા દાંત આ સુંદરતાને બગાડે છે. હા, દાંત પર જમા થયેલું પીળું પડ ફક્ત તમારા સ્મિતને બગાડતું જ નથી. હકીકતમાં તે તમારા આત્મવિશ્વાસને ઓછો કરવાનું પણ કામ કરે છે.

2 / 5
તમે તમારા દાંત સફેદ કરવા માટે ડૉક્ટર પાસે જઈ શકો છો. આ ઉપરાંત બજારમાં ઘણા પ્રકારના ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે જે તેમને સાફ કરવાનો દાવો કરે છે. પરંતુ જો તમે દાંત સાફ કરવાની કોઈ અલગ રીત શોધી રહ્યા છો તો તમારા રસોડામાં હાજર કેટલીક વસ્તુઓ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

3 / 5
ઘરમાં રહેલું કેળું ખાઈને તેની છાલ ફેંકી દેવાને બદલે તેને ઉપયોગમાં લઈ શકાય છે. કેળાની છાલમાં એવા તત્વો જોવા મળે છે જે દાંતની પીળાશ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે દાંત સાફ કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

4 / 5
ઘરે પીળા દાંત કેવી રીતે સાફ કરવા?: પીળા દાંત સાફ કરવા માટે અમુક સામગ્રીની જરુર પડે છે. જેમાં ટૂથપેસ્ટ, કેળાની છાલ, હળદર, નમક વગેરે વસ્તુઓની જરુર પડે છે.

5 / 5
કેવી રીતે તૈયારી કરવી: આ પેસ્ટ બનાવવા માટે તમારે ફક્ત છરીની મદદથી કેળાની છાલમાંથી સફેદ પડ કાઢીને એક બાઉલમાં રાખવાનું છે. હવે તેમાં થોડું મીઠું અને હળદર તેમજ  ટૂથપેસ્ટ ઉમેરો. હવે આ પેસ્ટનો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરો. થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)

Next Photo Gallery