Budget Friendly Trips: મુસાફરીમાં વધતા ખર્ચથી બચવું છે? બજેટ-ફ્રેન્ડલી ટ્રિપ્સ માટે જાણો આ 5 સ્માર્ટ ટીપ્સ

મુસાફરી કરવાનું સૌને પસંદ હોય છે. પરંતુ ઘણી વખત એક ટ્રિપ પછી જ્યારે આપે આપણું બેંક બેલેન્સ જોઈએ છે, ત્યારે પસ્તાવો થાય છે કે મુસાફરી દરમિયાન ઉત્સાહમાં આવીને આપે ઘણા એવા ખોટા બિનજરૂરી ખર્ચા કર્યા છે.

| Updated on: May 01, 2026 | 12:50 PM
1 / 6
બજેટ ટ્રાવેલિંગનો અર્થ કંજૂસી કરવો હેવો નથી પરંતુ તમારા પૈસાનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો છે. જો તમે પણ તમારી આગામી મુસાફરીને યાદગાર અને બજેટ-ફ્રેન્ડલી બનાવવા માંગો છો તો આ ટીપ્સ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.

2 / 6
પીક સીઝન દરમિયાન કોઈપણ સ્થળની મુલાકાત લેવી સૌથી મોંઘી હોય છે. આ સમય દરમિયાન હોટેલ અને ફ્લાઇટના ભાવ વધારે હોય છે. જો શક્ય હોય તો પીક સીઝન પહેલા અથવા પછી મુસાફરી કરવી જોઈએ. ઓછામાં ઓછા 2થી 3 મહિના અગાઉથી તમારી ટિકિટ અને રહેવાની વ્યવસ્થા બુક કરાવી જોઈએ.

3 / 6
પ્રવાસીઓ ઘણીવાર મુખ્ય પર્યટન સ્થળોની બાજુમાં સ્થિત રેસ્ટોરન્ટમાં ભોજન માટે જાય છે. આ સ્થળો મોંઘા હોય છે. હંમેશા ત્યાં જ ભોજન કરવા જવાનું જ્યાં સ્થાનિક લોકો જાય છે.

4 / 6
નવી જગ્યાએ ટેક્સી અથવા ખાનગી કેબનો ઉપયોગ કરવા કરતા મેટ્રો અને સ્થાનિક બસનો ઉપયોગ કરવો.

5 / 6
મુસાફરી દરમિયાન સારી લાગતી વસ્તુઓ જોઈને આપણે ઘણી વખત વિચાર્યા વગર ખરીદી કરી લઈએ છે. ટૂરિસ્ટ શોપ્સમાં મળતી સોવેનીયર્સ (પ્રસંગની યાદગીરી તરીકે રાખવામાં આવતી વસ્તુ) ઘણી વખત મોંઘા હોય છે અને પછી ઘરે કોઈ ખૂણે પડ્યા રહે છે. તેથી કંઈપણ ખરીદતા પહેલા સારી રીતે વિચારો.

6 / 6
મુસાફરી દરમિયાન નાના મોટા લાગતા નથી. પરંતુ મુસાફરીના અંત સુધીમાં નોંધપાત્ર રકમ ઉમેરી શકે છે. નાના કે મોટા દરેક ખર્ચને તાત્કાલિક નોંધ કરવી આથી તમને ખબર રહેશે કે તમે તમારા બજેટની મર્યાદા પાસે કેટલા નજીક છો અને ક્યાં ખર્ચ ઘટાડવો જોઈએ.

Published On - 12:34 pm, Fri, 1 May 26

Follow Us