ઇમિગ્રેશન ક્લિયર કરતી વખતે આ 7 વાતો કહેવાનું ટાળજો, નહીં તો એરપોર્ટ પરથી જ ઘરભેગા થશો

ઇમિગ્રેશન ઓફિસર સાથે વાત કરતી વખતે તમારે સાવધાની રાખવી જોઈએ અને કેટલીક બાબતો બોલવાનું ટાળવું જોઈએ. જો તમે પહેલીવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા હોવ, તો ઇમિગ્રેશન દરમિયાન તમારે આ 7 વાતો કહેવાનું ટાળવું જોઈએ.

| Updated on: Feb 04, 2026 | 5:26 PM
1 / 8
વિદેશ યાત્રાનો સૌથી તણાવપૂર્ણ ભાગ ઇમિગ્રેશન ડેસ્ક પસાર કરવાનો હોય છે. ઘણીવાર તમામ સાચા દસ્તાવેજો હોવા છતાં તમારી જીભમાંથી નીકળેલો એક ખોટો શબ્દ તમારી ટ્રિપ કેન્સલ કરાવી શકે છે.

2 / 8
"હું અહીં કામ કરવા આવ્યો છું": જો તમારી પાસે વર્ક વિઝા (Work Visa) નથી, તો ક્યારેય પણ 'કામ' (Work) શબ્દનો ઉપયોગ ન કરો. જો તમે બિઝનેસ મીટિંગ અથવા સેમિનાર માટે જઈ રહ્યા હોવ, તો સ્પષ્ટપણે જણાવો કે તમે માત્ર મીટિંગ માટે આવ્યા છો અને અહીં કોઈ સ્થાનિક નોકરી કે રોજગાર નહીં કરો.

3 / 8
"ખબર નથી કે હું ક્યાં રોકાઈશ": બીજું કે, ભલે તમે ત્યાં પહોંચ્યા પછી હોટલ શોધવા માંગતા હોવ પરંતુ ઇમિગ્રેશન ડેસ્ક પર આ વાત ક્યારેય ન કહેવી. અધિકારીઓને એ વાતનો ભરોસો જોઈએ છે કે, તમારી પાસે રહેવાનો પાકો પ્લાન છે. હંમેશા તમારી હોટલ બુકિંગ, એરબીએનબી (Airbnb) અથવા સંબંધીઓના સરનામાની નકલ (Copy) સાથે રાખો.

4 / 8
"મેં હજુ પરત આવવાની ટિકિટ લીધી નથી": પરત આવવાની (Return) ટિકિટ ન હોવી એ એવો સંકેત આપે છે કે, તમે કદાચ તે દેશમાં ગેરકાયદેસર રીતે રોકાવા માંગો છો. હંમેશા તમારી પરત આવવાની અથવા આગળના પ્રવાસની ટિકિટ સાથે રાખો અને ઓફિસરને બતાવો. આ પરથી સાબિત થઈ શકે છે કે, તમે વિઝાની મર્યાદા પૂરી થતા પહેલા દેશ છોડી દેશો.

5 / 8
"હું ઓનલાઈન મળેલા કોઈ મિત્રને મળવા આવ્યો છું": અજાણ્યા લોકો અથવા ઈન્ટરનેટ પર બનેલા સંબંધો વિશે સાંભળીને ઇમિગ્રેશન અધિકારીઓ સતર્ક થઈ જાય છે અને તેમને શંકા પડી શકે છે. તમે આના બદલે સીધું જ કહો કે, તમે કોઈ મિત્ર કે સંબંધીને મળવા આવ્યા છો અને તેમનું પૂરું નામ તેમજ સરનામું તમારી પાસે તૈયાર રાખો.

6 / 8
"હજુ વિચાર્યું નથી કે આગળ શું કરીશ": યાત્રામાં રોમાંચ હોવો સારી વાત છે પરંતુ ઇમિગ્રેશન પર આ વાત કહેવી તમને શંકાસ્પદ બનાવી શકે છે. આથી તમારી ટ્રિપનો એક અંદાજિત પ્લાન (Itinerary) જરૂર તૈયાર રાખવો, જેમ કે તમે કયા જોવાલાયક સ્થળોની મુલાકાત લેશો, કયા શહેરમાં ફરવા જશો વગેરે. આનાથી ઇમિગ્રેશન ઓફિસરને ખાતરી થઈ જાય છે કે, તમે અહીં માત્ર પ્રવાસના હેતુથી જ આવ્યા છો.

7 / 8
"મારી પાસે પૈસા નથી": અધિકારીઓએ એ વાતની ખાતરી કરવાની હોય છે કે, તમે તમારી યાત્રાનો ખર્ચ જાતે ઉઠાવી શકો છો. ફંડ (પૈસા) વિશે પૂછવામાં આવે ત્યારે ખચકાટ અનુભવવો અથવા “પૈસા નથી” તેમ કહેવું તમારી એન્ટ્રીને જોખમમાં મૂકી શકે છે. હંમેશા તમારા બેંક સ્ટેટમેન્ટ અથવા ક્રેડિટ કાર્ડ જેવા પુરાવા સાથે રાખો.

8 / 8
"ડ્રગ્સ અથવા બોમ્બ વિશે મજાક કરવી": સુરક્ષાના દૃષ્ટિકોણથી ઇમિગ્રેશન ડેસ્ક પર કરવામાં આવેલી કોઈપણ નાની મજાક તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. આથી, આવા સંવેદનશીલ વિષયો પર ક્યારેય પણ કોઈ ટિપ્પણી કે રમુજ ન કરો.