
ગુજરાતમાં કાર કે બાઇક ચલાવતી વખતે થતી સામાન્ય ભૂલો અને તેના માટે લાગુ પડતા દંડ અને કાનૂની કાર્યવાહી વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

હેલમેટ કે સીટબેલ્ટ વિના વાહન ચલાવવું : ગુજરાતમાં બાઈક કે સ્કૂટર જેવી ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત છે. જો હેલમેટ ન પહેરો હોય તો ₹500નો દંડ થઈ શકે છે. એવી જ રીતે ફોર વ્હીલમાં આગળ બેઠેલા ડ્રાઈવર અને પેસેન્જર બંનેએ સીટબેલ્ટ લગાવવો જરૂરી છે. ભંગ કરવાથી ₹500નો ચાલાન થઈ શકે છે. મહત્વનું છે કે સ્થળ પર તમે કરેલ કાયદાના ભંગ અનુસાર પોલીસ તમારા પર દંડ લગાવી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ કે વીમા વિના વાહન ચલાવવું : જો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય અને તમે વાહન ચલાવો છો, તો ₹2,000 થી ₹3,000 સુધીનો દંડ લાગી શકે છે. એ જ રીતે, જો તમારું વાહન વીમાવિહોણું છે તો પણ એ ગુનાહિત ગણાય છે. પહેલી વાર પકડાતા ₹2,000 અને બીજી વાર પકડાતા ₹4,000 સુધી દંડ ભરવો પડી શકે છે. સાથે સાથે વાહન સીઝ થવાનું જોખમ પણ રહે છે. મહત્વનું છે વિવિધ વિસ્તારોમાં પોલીસ અનુકૂળતા અનુસાર કાર્યવાહી કરી શકે છે.

મોબાઇલ ફોન વાપરતા વાહન ચલાવવું : વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી, મેસેજ વાંચવો કે સોશિયલ મીડિયા ચલાવવું કાનૂની રીતે માન્ય નથી. એ તમારું ધ્યાન ભટકાવે છે અને અકસ્માતની શક્યતા વધે છે. પહેલી વખત પકડાતા ₹500 અને બીજીવાર પકડાતા ₹1,000 દંડ થઈ શકે છે. આ દંડ સાથે પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.

ટ્રાફિક સિગ્નલનો ભંગ અને ઓવરસ્પીડિંગ : લાલ બત્તી ઉલંગન કરવું, ઝેબ્રા ક્રોસિંગ પર નહીં રોકાવું કે સ્પીડ લિમિટથી વધુ ઝડપે વાહન ચલાવવું ગંભીર ગુનાઓમાં આવે છે. ઓવરસ્પીડિંગ માટે ₹1,500 થી ₹4,000 સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર ભંગ કરવાથી લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. સિગ્નલ જમ્પ કરવા માટે ₹1,000 થી ₹5,000 સુધી દંડ અને ક્યારેક જેલ પણ થઈ શકે છે.

અન્ય સામાન્ય ભૂલો અને તેમનાં દંડ આપવામાં વે છે જેવા કે, બાઈક પર ત્રણ સવારી (Triple riding): ₹100 થી ₹1,000 સુધીનો દંડ, PUC (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર) ન હોવું: ₹1,000 થી ₹3,000 સુધી દંડ, નાબાલિગ દ્વારા વાહન ચલાવવું: ₹25,000 દંડ, 3 વર્ષની સજા અને વાહનનું RC રદ, ખતરનાક ડ્રાઈવિંગ / રેસિંગ: ₹5,000 થી ₹10,000 સુધી દંડ, લાયસન્સ જપ્ત થઈ શકે, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને રસ્તો ન આપવો: ₹1,000 દંડ

ગુજરાતમાં તમે જો વાહન હંકારી રહ્યા છો તો ધ્યાનમાં રાખવાની બાબતો છે કે, તમારા વાહનમાં હંમેશા બધા દસ્તાવેજો (RC, લાયસન્સ, વીમા, PUC) રાખો. ઈ-ચાલાનની સુવિધા ઉપલબ્ધ છે. સમયસર ન ભરવામાં કોર્ટ કેસ થઈ શકે. ગુજરાત સરકાર ટ્રાફિક નિયમો અંગે ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ખૂબ કડક છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ અંદાજિત દંડના આંકડા છે. દંડની રકમ અથવ તો વાહન ચોક જે સ્થિતિમાં કાયદો તોડતા પકડાય તે અનુસાર અલગ અલગ હોય શકે છે.
Published On - 3:45 pm, Thu, 31 July 25