Parijat Tree : દરવાજા સામે પારિજાતનું ઝાડ હોવું શુભ કે અશુભ? જાણો પૌરાણિક માન્યતાઓ શું કે છે!

પારિજાતનું ઝાડ અને તેની નીચે પડેલા ફૂલોનું દૃશ્ય ખૂબ જ સુંદર હોય છે. ઘણા લોકોના ઘરની બાજુમાં અથવા આંગણામાં પારિજાતનું ઝાડ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ પારિજાતના ઝાડને અનેક મહત્વ આપવામાં આવ્યું છે.

| Updated on: Jun 07, 2026 | 3:46 PM
1 / 6
પારિજાતના ફૂલો અત્યંત સુંદર દેખાય છે. તેની કેસરિયા ડાંડી અને સફેદ પાંખડીઓ તેને વિશેષ આકર્ષક બનાવે છે. પારિજાતના ઝાડ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે.

2 / 6
માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાતનું ઝાડ પૃથ્વી પર લાવ્યા હતા. પરંતુ પારિજાતનું ઝાડ ક્યાં વાવવું તે મુદ્દે સત્યભામા અને રુક્મિણી વચ્ચે મતભેદ થયો હતો. ત્યારે શ્રીકૃષ્ણે એક યુક્તિ અપનાવી અને વૃક્ષ સત્યભામાના આંગણામાં એવી જગ્યાએ વાવ્યું કે તેના ફૂલો રુક્મિણીના આંગણામાં પડે.

3 / 6
ઘરમાં પારિજાતનું ઝાડ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને પારિજાતના ફૂલો અત્યંત પ્રિય છે. જ્યાં પારિજાતના ફૂલો ખીલે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે એવી ધાર્મિક માન્યતા છે.

4 / 6
પારિજાતના ફૂલોની સુગંધ ખૂબ જ મોહક હોય છે. ઘરમાં અથવા મુખ્ય દરવાજા પાસે પારિજાતનું ઝાડ હોય તો તેની સુગંધથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મનને શાંતિ મળે છે. એવી માન્યતા છે કે ઘરની આસપાસ પારિજાતનું ઝાડ હોય તો વાસ્તુદોષમાં ઘટાડો થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ તથા આનંદનું વાતાવરણ જળવાઈ રહે છે.

5 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પારિજાતનું ઝાડ વાવવા માટે ઉત્તર અથવા પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં પારિજાતનું ઝાડ વાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us