
ભોગ અર્પણ કરવાથી ભગવાનમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. (Image Source | iStock)

સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર બીજવાળા ફળોનો ભોગ ધરાવવો અશુભ નથી. પરંતુ ભગવાનને ફળ એ રીતે અર્પણ કરવા જોઈએ જેમ તમે જાતે તેનું સેવન કરો છો. (Image Source | iStock)

જો ફળમાં મોટાં બીજ હોય, જેમ કે કેરી, તરબૂચ વગેરે, તો પહેલાં બીજ કાઢી નાખવા જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

માન્યતા અનુસાર, ભગવાનને બાળક સમાન માનીને સેવા કરવી જોઈએ. જેમ નાના બાળકને ખવડાવતા પહેલાં બીજ અથવા અખાદ્ય ભાગ દૂર કરવામાં આવે છે તેવી જ રીતે ભગવાનને પણ સ્વચ્છ અને યોગ્ય રીતે ભોગ અર્પણ કરવો જોઈએ. (Image Source | iStock)

ભોગ ધરાવતા પહેલાં ફળોને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો, ભોગ ધરાવતા પહેલાં જ ફળ કાપો, પહેલેથી કાપેલા ફળોનો ભોગ ધરાવો નહીં. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)