
જુલાઈ મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે. વાત એમ છે કે, 27 જુલાઈ 2026થી શનિ પોતાની ઊંધી ચાલ (વક્રી ચાલ) શરૂ કરવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે શનિની વક્રી ચાલને મુશ્કેલીઓ સાથે જોડીને જોવામાં આવે છે પરંતુ આ વખતે શનિની ચાલ 4 રાશિઓને તેમની સખત મહેનતનું શુભ ફળ પ્રદાન કરશે.

મેષ રાશિના જાતકો માટે શનિની ઊંધી ચાલ ભાગ્યોદય લાવશે. લાંબા સમયથી તમે જે નોકરી અથવા પ્રોજેક્ટ માટે પ્રયત્ન કરી રહ્યા હતા, તેમાં સફળતા મળશે. આ સમયગાળામાં તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. અચાનક ધન લાભના પણ યોગ બનશે. પૈતૃક સંપત્તિમાંથી પણ સારો લાભ મેળવવામાં સફળ રહેશો.

મિથુન રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. બિઝનેસનો વિસ્તાર થશે અને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. વધુમાં નવી નોકરીની ઉત્તમ તકો મળશે અને માન-સન્માનમાં વધારો થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. શનિદેવની કૃપાથી તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. મકાન ખરીદવાની યોજના બની શકે છે.

સિંહ રાશિના લોકો માટે શનિની ઊંધી ચાલ લાભદાયી સાબિત થશે. તમારા અટકેલા કામ પૂરા થશે. જૂના દેવામાંથી મુક્તિ મળશે. તમે જે કામમાં હાથ નાખશો, તેમાં સફળતા મેળવશો. રોકાણ માટે સમય ઘણો સારો છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિમાંથી સારો લાભ મેળવવામાં સફળ રહેશો. બિઝનેસમાં પણ સોનેરી સફળતા મળવાની આશા છે. મકાન કે વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. શનિદેવ તમને તમારી મહેનતનું ઈનામ આપવાના છે.

ધન રાશિના જાતકો માટે શનિદેવની ઊંધી ચાલ ખૂબ જ સકારાત્મક સાબિત થશે. તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. મનગમતી ઈચ્છા પૂરી થશે. તમારા સાહસમાં વધારો થશે. કોર્ટ-કચેરીના મામલા તમારા પક્ષમાં રહેશે. ભાગીદારીના કામમાં ઘણો લાભ મળશે. યાત્રાથી તમે સારો નફો કમાવવામાં સફળ રહેશો.