
AUDA એટલે કે, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. આ સંસ્થા શહેરના વિકાસ માટે યોજનાઓ બનાવે છે. સુત્રોએ જણાવ્યું કે, 3 આશ્રમો આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડલને હટાવી શકાય છે. આ આશ્રમોને અન્ય સ્થળે ખસેડવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ વિશે કલેક્ટર ઓફિસ કાયદાકિય પ્રકિયા પૂરી કરશે. સદાશિવ પ્રજ્ઞા મંડળ ઈચ્છે છે કે, તેમના કેટલાક બાંધકામો ત્યાં જ રહે. જો તેઓ અન્ય જમીન આપવામાં મદદ કરે છે, તો માસ્ટર પ્લાનમાં આ ફેરફાર કરી શકાય છે. સ્ટેડિયમ નજીક શિવનગર અને વણજારા વાસ જેવા કેટલાક રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા છે.

20 ફેબ્રુઆરી 2025ના ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહી રહેનાર લોકોને અન્ય જગ્યાએ મોકલશે.

અમદાવાદના ક્લેક્ટર ઓફિસને જમીન લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. સરકારનો પ્રયત્ન છે કે, 2036ની ઓલિમ્પિક રમતો માટે અમદાવાદ સંપૂર્ણ તૈયાર કરવામાં આવી શકે, જેના માટે જમીન સંપાદનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. લોકોને અન્ય સ્થળો રહેવા અને આશ્રમોને પણ અન્ય સ્થળો પર ખસેડવાની પ્રકિયા જલ્દી પુરી થઈ જશે.