
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.