
ડ્રાયફ્રુટ્સ અને કેળાથી લઈને બેરી સુધી, તમે તમારા ઓટ્સના બાઉલમાં ઘણું બધું ઉમેરી શકો છો અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો. પણ તેને આદત બનાવવી એ સારો વિચાર ન પણ હોય. તેથી તમારે સતત અને મોટી માત્રામાં ઓટ્સ ખાવાનું ટાળવું જોઈએ.

ગ્લુટેનથી એલર્જી ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ: ઓટ્સ કુદરતી રીતે ગ્લુટેન-મુક્ત હોવા છતાં જો તમને સેલિયાક રોગ અથવા ગ્લુટેન સંવેદનશીલતા હોય અને તમે નિયમિતપણે ઓટ્સ ખાઓ છો તો આડઅસરો ટાળવા માટે તમારે પ્રમાણિત ગ્લુટેન-મુક્ત બ્રાન્ડના ઓટ્સ પસંદ કરવા જોઈએ.

ખનિજોના શોષણમાં અવરોધ આવી શકે છે: ઓટ્સમાં ફાયટીક એસિડ હોય છે. જે કેલ્શિયમ, આયર્ન અને ઝીંક જેવા ચોક્કસ ખનિજોના શોષણને અટકાવી શકે છે. આ સમસ્યાનો ઉકેલ છે. ઓટ્સને પલાળીને ખાવાથી તેમાં ફાયટીક એસિડનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.

પેટ ફૂલવાની સમસ્યા: દરરોજ ઓટ્સ ખાવાનો એક ગેરફાયદો તેમાં રહેલ ફાઇબરનું પ્રમાણ છે. તે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. જો કે ઓટ્સનું વધુ પડતું સેવન કેટલાક વ્યક્તિઓમાં ગેસ અને પેટનું ફૂલવુંનું કારણ બની શકે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકથી ટેવાયેલી ન હોય. ધીમે-ધીમે તમારા ફાઇબરનું સેવન વધારવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.

વજનમાં વધારો: ઓટ્સ માત્ર પૌષ્ટિક તો છે જ, પણ તેમાં કેલરી પણ વધુ હોય છે. તેથી દરરોજ ઓટ્સ ખાવાનો એક ગેરલાભ એ છે કે તેનાથી વજન વધી શકે છે. જ્યારે તમે તમારા કેલરી કંટ્રોલ કરી રહ્યા હોય ત્યારે નિયમિતપણે તેને ખાવાનું ટાળો.