
ડાયાબિટીસમાં ફાયદાકારક Dry fruits - આ Dry fruits દરરોજ મર્યાદિત માત્રામાં લઈ શકાય છે. તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો છે, જેનો અર્થ છે કે તેઓ ધીમે-ધીમે સુગર વધારે છે. બદામ (Almonds): ફાઇબર, વિટામિન E અને સ્વસ્થ ચરબીથી ભરપૂર. બ્લડ સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરે છે. અખરોટ (Walnuts) : ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક. પિસ્તા (Pistachios) : પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર. લાંબા સમય સુધી તૃપ્તિ જાળવી રાખે છે. ચિયા બીજ (Flax seeds) : ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર.

કયા ડ્રાયફ્રૂટ્સ ટાળવા જોઈએ?– બજારમાં મળતા સુગર અથવા પ્રોસેસ્ડ ડ્રાયફ્રૂટ્સ જેવા કે ખાંડવાળા કિસમિસ, સ્વીટ બદામ વગેરેને સંપૂર્ણપણે ટાળો. જેમ કે - કિસમિસ, સૂકી દ્રાક્ષ. આમાં કુદરતી સુગર વધુ હોય છે. આ ઉપરાંત સૂકા ખજૂર અને અંજીર પણ ટાળો. કારણ કે આ ઉચ્ચ કેલરી અને સુગરવાળા ડ્રાઈફ્રુટ છે.

કેટલી માત્રામાં યોગ્ય છે? – ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં સૂકા ફળો લેવા જોઈએ. 4 થી 5 પલાળેલી બદામ. 2 અખરોટના દાણા. 5 થી 6 પિસ્તા (સ્વીટ વગરના). 1 ચમચી ચિયા બીજ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)