
જો કોઈ ઈ-કોમર્સ દ્વારા આ મોડલ્સ ખરીદવા માગે છે, તો તે તેને પણ ખરીદી શકે છે, આ પ્લેટફોર્મ્સ પર પહેલેથી જ સ્ટોક ઉપલબ્ધ છે. આ સિવાય તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મની મદદ પણ લઈ શકશો.

સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ થશે કે નહીં? : કંપની ઘણા વર્ષો સુધી આ મોડલ્સને સોફ્ટવેર અપડેટ્સ અને AI ફીચર્સ સપોર્ટ આપવાનું ચાલુ રાખશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે ઉપર જણાવેલા આઇફોન મોડલ છે, તો તમે કોઈપણ ટેન્શન વિના તેનો ઉપયોગ કરી શકો છો.

iPhone ખરીદવાની યોગ્ય તક : ગ્રાહકો માટે આઈફોન ખરીદવાની આ યોગ્ય તક છે. હકીકતમાં નવો આઈફોન લોન્ચ થતાની સાથે જ જૂના મોડલની કિંમતો ઘટી જાય છે. ઈ-કોમર્સ તેમના પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આવી સ્થિતિમાં જૂના iPhone મોડલ ખરીદવાની પણ આ સારી તક હોઈ શકે છે.
Published On - 1:58 pm, Tue, 10 September 24