Disha Thakar |
Oct 29, 2024 | 1:57 PM
દિવાળી પર મોટાભાગના લોકોને મીઠાઈ ખાવાનું પસંદ હોય છે. પરંતુ ડાયાબીટિસથી પીડિત લોકો મીઠાઈની મજા માણી નથી શક્તા માટે આજે સુગર ફ્રી અંજીર - ખજૂર રોલ બનાવવાની ટીપ્સ જોઈશું.
સુગર ફ્રી અંજીર - ખજૂર રોલ બનાવવા માટે પલાળેલા અંજીરની પેસ્ટ, ખજૂરની પેસ્ટ, ઘી, કાજુ, પિસ્તા, બદામ, ખસખસ, ઈલાયચી સહિતની સામગ્રીની જરુર પડશે.
એક પેનમાં ઘી મુકો ત્યાર બાદ અંજીર - ખજૂરની પેસ્ટ ઉમેરી ધીમી આંચ પર બરાબર સાંતળી લો. મિશ્રણમાંથી પાણી બળી જાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ મિશ્રણને ઠંડુ થવા મુકો.જેથી બરાબર રોલ બનાવી શકાય છે.
હવે એક પેનમાં 1 ચમચી ઘી લો.તેમાં કાજુ, પિસ્તા, બદામ ઉમેરી બરાબર સાંતડી લો. ત્યારબાદ તેમાં કાજુનો થોડોક ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારે બાદ અંજીર - ખજૂરની પેસ્ટ ઉમેરીને પણ બરાબર મિક્સ કરો જેથી બાઈડીંગ સારુ રહે.
બટર પેપર અથવા પ્લાસ્ટિકની થેલી પર ઘી લગાવી મિશ્રણને ગોળાકારમાં પાથરી તૈયાર કરેલા ડ્રાયફ્રુટનું મિશ્રણ મુકી રોલ બનાવી લો. ત્યારબાદ સાંતળેલી ખસખસથી અંજીર - ખજૂર રોલને કોટ કરી લો. ત્યારબાદ ફ્રિજમાં 3-4 કલાક સેટ થવા દો. ત્યારબાદ રોલને કટ કરીને સર્વ કરી શકો છો.