
લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે.

અંબાણી પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પરિવારમાં જેટલા લગ્ન થાય છે અથવા તો જે પણ પ્રસંગો આવે છે તે તમામ ગુજરાતી પરંપરા મુજબ જ કરવામાં આવે છે. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દિકરા આકાશ અને દીકરી ઇશાના લગ્ન પણ ગુજરાતી પરંપરા અનુસાર ચાર ફેરા ફરાવીને કરવામાં આવ્યા છે.

તો અનંત અને રાધિકા પણ આ પરંપરા અનુસાર જ લગ્નના ચાર ફેરા ફરીને એકબીજાના થશે. લગ્નની તમામ વિધિ પણ ગુજરાતી પરંપરા અનુસાર જ યોજવામાં આવી છે.