
o3-Miniનો ઉપયોગ કેવી રીતે કરવો : o3-Mini એ ChatGPT યુઝર્સ માટેનું પ્રથમ તર્ક મોડેલ છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત ઓફિશિયલ ChatGPT વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લેવાની જરૂર છે. આ પછી સ્ક્રીન પર આવતી સૂચનાઓનું પાલન કરતા રહો. તે GPT-4o મોડેલ જેવું જ હશે.

o3-Mini ત્રણ પરફોર્મન્સ લેવલમાં ઉપલબ્ધ છે. આમાં નીચા, મધ્યમ અને ઉચ્ચનો સમાવેશ થાય છે. જેમાંથી તમે તમારી પસંદગી મુજબ પસંદ કરી શકો છો. જો કે ફક્ત ChatGPT Pro વપરાશકર્તાઓને o3-mini અને o3-mini High ની અમર્યાદિત ઍક્સેસ હશે. બાકીના વપરાશકર્તાઓ માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે.