
બીજું કે, મુકેશ અંબાણીને ઇઝરાયેલના 20 પર્સનલ કમાન્ડો દ્વારા પણ પૂરેપૂરી સુરક્ષા મળે છે. તદુપરાંત આ બધા કમાન્ડો માર્શલ આર્ટ ટેકનિક ક્રાવ માગામાં ઘડાયેલા છે.

આ ઇઝરાયેલના કમાન્ડો એટલા શક્તિશાળી છે કે આંખના એક પલકારે દુશ્મનને ઝપેટમાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારની સુરક્ષા માટે કમાન્ડો બે શિફ્ટમાં હાજર રહે છે.

મુકેશ અંબાણી મોટાભાગની મુસાફરી બુલેટપ્રૂફ મર્સિડિઝ અને બીએમડબલ્યુમાં જ કરે છે, જ્યારે તેમના રક્ષક રેન્જ રોવરમાં જોવા મળે છે. અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવતી આ મજબૂત સુરક્ષાનો ખર્ચ દર મહિને લગભગ 15 થી 20 લાખ રૂપિયા જેટલો થાય છે. આનો સંપૂર્ણ ખર્ચ અંબાણી પોતે ઉઠાવે છે.