અંબાલાલ પટેલે કરી હતી એક એવી આગાહી, જેના લીધે થઇ હતી તેમની ધરપકડ

હવામાન વિશેની આગાહીની વાત આવે તો તરત જ ગુજરાતના અંબાલાલ પટેલનું નામ સૌ કોઇના મોઢે આવે છે. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે. જો કે એક સમય એવો હતો કે આગાહી કરતા આ જ અંબાલાલ પટેલની એક આગાહીના પગલે જ ધરપકડ કરવામાં આવી હતી.

| Updated on: Aug 26, 2025 | 2:28 PM
4 / 7
અંબાલાલ પટેલે વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અંબાલાલ પટેલ 1980થી સતત ઠંડી, ગરમી અને વરસાદ અને વાવાઝોડાને લઇને પણ આગાહી કરતા આવ્યા છે.

5 / 7
અંબાલાલ પટેલે ખેડૂતોને કૃષિ પાકમાં મદદ મળી રહે તે હેતુથી આગાહી કરવાનું શરુ કર્યુ હતુ.જો કે એક વખત તેમણે હવામાનની આગાહીની સાથે સાથે ભૂકંપની પણ આગાહી કરી હતી. તેમની આ આગાહીએ સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

6 / 7
અંબાલાલ પટેલે કરેલી આગાહીના પગલે તત્કાલિન સરકાર દોડતી થઇ ગઇ હતી. તે સમયે કેશુભાઇ પટેલની સરકાર હતી.અંબાલાલ પટેલે ભૂકંપની આગાહી કરતા સરકારે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. જે પછી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.

7 / 7
જો કે અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી સહિત અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ મળેલા છે.જે પછી તો અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

Published On - 1:28 pm, Tue, 26 March 24