ઓનલાઇન શોપિંગમાં છેતરાતા બચો! અસલી અને નકલી પ્રોડક્ટ ઓળખવાની આ રહી ‘માસ્ટર ટ્રીક’

Online Shopping: આજના યુગમાં Amazon અને Flipkart જેવી ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સએ શોપિંગને સરળ બનાવી દીધી છે. પરંતુ તેની સાથે જ નકલી સામાન અને નકલી વેચાણકર્તાઓ (Sellers) નું જોખમ પણ વધી ગયું છે. ઓનલાઇન શોપિંગમાં આપણે વસ્તુને સ્પર્શ કે પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકતા તેના કારણે છેતરપિંડીનું જોખમ વધી જાય છે. એવામાં ઘણી એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને સ્કેમથી બચી શકાય છે.

| Edited By: | Updated on: Mar 21, 2026 | 11:56 AM
1 / 6
મોટાભાગે લોકો માત્ર પ્રોડક્ટની તસવીર જોઈને જ ઓર્ડર કરી લેતા હોય છે,પરંતુ અસલી રમત તો તેની ડિટેલ્સમાં હોય છે. ઘણી વાર ફોટામાં બતાવેલી પ્રોડક્ટ એ અસલી કરતાં સાવ અલગ જ હોય છે.  એટલે જરૂરી છે કે તમે પ્રોડક્ટની પૂરેપૂરી જાણકારી ધ્યાનથી વાંચો. જો કોઈ બ્રાન્ડેડ વસ્તુ તેની કિંમત કરતાં વધારે સસ્તી મળી રહી છે તો તેને બરાબર ચકાસો. (Photo-Google)

2 / 6
યુઝર રિવ્યૂ પર પણ વધારે ભરોસો ના કરવો. આજકાલ વેચાણકર્તાઓ પૈસા આપીને નકલી રિવ્યૂ લખાવતા હોય છે અને તે વસ્તુ દેખાવ માં સારી લાગતી હોય છે પણ તેની સચ્ચાઈ અલગ જ હોય છે.  જો કોઈ પ્રોડક્ટના રિવ્યૂ ટૂંકા અને સકારાત્મક હોય અને તેમા દર્શાવેલા ફોટા અસલી ન હોય તો તે પ્રોડક્ટમાં ખામી હોઈ શકે છે. એવામાં તમારે એવા રિવ્યૂને વધારે મહત્વ ન આપવું જોઈએ જેમાં યુઝરે  અસલી ફોટો અને તેનો અનુભવ બતાવ્યો હોય. (Photo-Google)

3 / 6
ઓનલાઇન સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ જોઈને લોકો ઉતાવળે નિર્ણય લઈ લેતા હોય છે, પરંતુ અહીં પણ ચાલાકી છુપાયેલી હોય છે. ઘણીવાર સેલ શરૂ થાય તે પહેલાં જ વસ્તુની કિંમત વધારી દેવામાં આવે છે અને  પછી તેને ઘટાડીને મોટું ડિસ્કાઉન્ટ બતાવવામાં આવે છે.  તેથી, કોઈપણ ડીલને સમજવા માટે તેના જૂના ભાવ (Original Price) નો અંદાજ લગાવવો ખૂબ જરૂરી છે. આનાથી તમને ખબર પડી જશે કે ઓફર ખરેખર ફાયદાકારક છે કે પછી ફક્ત દેખાવો છે. (Photo-Google)

4 / 6
એક બીજી જરૂરી આદત જે તમારે કેળવવી જોઈએ, તે છે પ્રોડક્ટના અનબોક્સિંગ (Unboxing) નો વીડિયો બનાવવો. જ્યારે પણ કોઈ પાર્સલ આવે, ત્યારે તેને ખોલતી વખતે આખો વીડિયો રેકોર્ડ કરો.  જો બાદમાં પ્રોડક્ટમાં કોઈ ખામી કે ગડબડ જણાય,  તો આ વીડિયો તમારા માટે સૌથી મજબૂત પુરાવો બની શકે છે. ઘણીવાર રિફંડ (પૈસા પાછા મેળવવા) અથવા રિટર્ન પ્રક્રિયા દરમિયાન આ વીડિયો જ તમારી સૌથી મોટી મદદ કરે છે. (Photo-Google)

5 / 6
આની સાથે જ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલા સિક્યોરિટી ટેગ્સ (Security Tags) ને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. Amazon અને Flipkart બંને શંકાસ્પદ વેચાણકર્તાઓ પર નજર રાખે છે  અને જેમના વિરુદ્ધ વધુ ફરિયાદો હોય છે, તેમને હટાવી દે છે.  તેથી પ્રયત્ન કરો કે તમે એવા જ પ્રોડક્ટ્સ પસંદ કરો જેના પર પ્લેટફોર્મનો ભરોસાપાત્ર ટેગ (Trusted Tag) લાગેલો હોય, કારણ કે તેનાથી તમને વધુ સુરક્ષિત ખરીદીનો ભરોસો મળે છે. (Photo-Google)

6 / 6
જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શોપિંગ કો છો તો નકલી સામાન અને સ્કેમમાં ફસાવવાની સંભાવના ઓછી થઈ શકે છે અને તમારા પૈસા સુરક્ષિત રહે છે. (Photo-Google)

Follow Us