Talcum Powder Hacks : ફક્ત સ્કિન માટે નહીં ! ટેલકમ પાઉડરના આ જબરદસ્ત હેક્સ તમને ચોંકાવી દેશે

ટેલકમ પાઉડરનો ઉપયોગ સામાન્ય રીતે શરીરને ફ્રેશ રાખવા માટે થાય છે, પરંતુ શું તમને ખબર છે કે તે કપડાના તેલના ડાઘ દૂર કરવા, જૂતાની દુર્ગંધ ભગાડવા અને વાળને ડ્રાય શેમ્પૂ જેવી ફિનિશ આપવા માટે પણ ઉપયોગી છે? જાણો તેના સ્માર્ટ હેક્સ.

| Updated on: May 17, 2026 | 1:48 PM
1 / 7
ઉનાળાની સીઝનમાં ટેલકમ પાઉડર લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ શરીરને પરસેવાથી બચાવવા અને ફ્રેશ અનુભવવા માટે કરે છે. પરંતુ ટેલકમ પાઉડર માત્ર સ્કિન કેર પૂરતું મર્યાદિત નથી. તેની મદદથી રોજિંદા જીવનની અનેક નાની સમસ્યાઓને સરળતાથી હલ કરી શકાય છે. ખાસ કરીને ઉનાળામાં આ પાઉડરના કેટલાક સ્માર્ટ હેક્સ ખૂબ કામ લાગી શકે છે. (Image Credit Source: Social Media)

2 / 7
વાળ માટે ડ્રાય શેમ્પૂ જેવી અસર: ઉનાળામાં વાળ ઝડપથી ઓઇલી થઈ જાય છે અને ચિપચિપા દેખાય છે. જો દરરોજ શેમ્પૂ કરવું શક્ય ન હોય તો ટેલકમ પાઉડર મદદરૂપ બની શકે છે. થોડું પાઉડર સ્કાલ્પ પર લગાવી બ્રશથી હળવેથી સાફ કરવાથી વધારાનું તેલ શોષાઈ જાય છે અને વાળ ફરીથી ફ્રેશ અને બાઉન્સી દેખાય છે. (Image Credit Source: Social Media)

3 / 7
કપડાના તેલના ડાઘ દૂર કરવામાં મદદરૂપ: કપડાં પર લાગેલા તેલના ડાઘ દૂર કરવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ડાઘ પર તરત જ ટેલકમ પાઉડર છાંટી દેવું જોઈએ. પાઉડર તેલને શોષી લે છે, જેના કારણે પછી કપડાં ધોવા સરળ બને છે અને ડાઘ હળવા થઈ જાય છે. (Image Credit Source: Social Media)

4 / 7
શુઝની દુર્ગંધથી મળશે છુટકારો: ઘણા લોકોના પગ ઉનાળામાં વધુ પરસેવે છે, જેના કારણે શુઝમાં દુર્ગંધ આવવા લાગે છે. શુઝની અંદર થોડું ટેલકમ પાઉડર છાંટી રાતભર રાખવાથી ભેજ અને દુર્ગંધ બંને ઓછા થાય છે. આ સાથે જ પગમાં પણ ફ્રેશનસ અનુભવાય છે. (Image Credit Source: Social Media)

5 / 7
ટાઇટ કપડાં સરળતાથી પહેરી શકશો: સ્કિની જીન્સ અથવા ટાઇટ ડ્રેસ પહેરતી વખતે ત્વચા સાથે ઘર્ષણ થતું હોય છે. જો થોડું ટેલકમ પાઉડર લગાવીને કપડાં પહેરવામાં આવે તો તે સરળતાથી સરકી જાય છે અને સ્કિન પર રેશિઝ થવાની શક્યતા પણ ઘટે છે. (Image Credit Source: Social Media)

6 / 7
રેત અને નાના વાળ દૂર કરવા માટે ઉપયોગી: બીચ કે વોટરફોલ જેવી જગ્યાએ જતાં શરીર પર રેત ચોંટી જતી હોય છે. ટેલકમ પાઉડર લગાવી બ્રશથી સાફ કરવાથી રેત સરળતાથી દૂર થઈ જાય છે. ઉપરાંત હેરકટ બાદ ગળા અથવા ચહેરા પર ચોંટેલા નાના વાળ દૂર કરવા માટે પણ આ હેક ખૂબ અસરકારક છે. (Image Credit Source: Social Media)

7 / 7
ટેલકમ પાઉડરનો આ રીતે ઉપયોગ કરવાથી માત્ર ફ્રેશનસ જ નહીં, પરંતુ રોજિંદા જીવનની અનેક સમસ્યાઓને સરળ અને ઝડપી રીતે હલ કરી શકાય છે. (Image Credit Source: Social Media)

Published On - 1:47 pm, Sun, 17 May 26

Follow Us