Sagar Solanki |
Jan 25, 2025 | 9:54 PM
ફટકડીની વરાળ શ્વાસમાં લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ માટે ગરમ પાણીમાં ફટકડી નાખીને નાસ લો, આંખો બંધ રાખો. આ કફને પાતળો કરે છે અને તાત્કાલિક રાહત આપે છે.
ફટકડીના વરાળનો નાસ નાક સાફ કરે છે અને અવરોધ ઘટાડે છે. તેના ઉપયોગથી ખીલ અને ચેપ ઓછો થાય છે.
ફટકડીની વરાળ ધૂળ અને પ્રદૂષણથી થતાં નુકસાનમાં રાહત આપે છે. તે તણાવ પણ ઘટાડે છે અને મનને શાંત અને આરામ આપે છે.
ફટકડીની વરાળની મદદથી શરદી, ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યા દૂર થાય છે. તે ગળાના ચેપને દૂર કરે છે અને રાહત આપે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.