
Akshay Kumar bungalow photo

વર્ષ 1991માં સૌગંધ ફિલ્મથી બોલિવુડ કરિયરની શરુઆત કરનાર અક્ષય કુમાર હવે બોલિવુડમાં ખેલાડી કુમારના નામથી ઓળખાય છે. ક્યારેક અક્ષય કુમાર પ્રાઈમ બીચ જુહુ વાળા લક્ઝરી બંગલામાં રહે છે. તેમજ અક્ષય કુમાર પત્ની અને બાળકો સાથે મુંબઈના અંધેરી વેસ્ટમાં પણ રહે છે. અહી કોમ્પેલેક્સમાં 2 માળનું ઘર છે.

અભિનેતાના ઘરમાં એક સુંદર બગીચો પણ છે. આ દંપતી આ બગીચામાં ક્વોલિટી સમય વિતાવે છે, જેમાં ઝૂલા પણ છે. બગીચો લીલાછમ વૃક્ષોથી ભરેલો છે. ઘરના એક ખુણામાં લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે.

અક્ષય કુમારનું મુંબઈના મુખ્ય બીચ વિસ્તાર જુહુમાં એક લક્ઝરી ઘર કોઈ મહેલથી ઓછું નથી. અક્ષય કુમાર પાસે માત્ર મુંબઈ જ નહી પરંતુ કેનેડા અને ગોવામાં પણ સુંદર ઘર છે.

ઘરનું ઈન્ટીરિયર અક્ષય કુમારની પત્ની અભિનેત્રી અને રાઈટર ટ્વિંકલ ખન્નાએ કર્યું છે. અક્ષય કુમારના ઘરમાં તેમણે એક સ્વિમિંગ પુલ પણ બનાવ્યું છે. આ સાથે આ ઘરમાં ગ્રીનરી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

અક્ષય કુમારના ઘરમાં એ તમામ સુવિધાઓ છે. જે એક સ્ટાર હોટલમાં હોય છે. પતિ-પત્ની પોતાના ઘરના બગીચામાં અનેક ફોટો ક્લિક કર્યા છે. તેના ઘરની અંદરથી સીધો બગીચો દેખાય છે.

અક્ષય કુમાર એ જ ઘરમાં રહે છે જ્યાં ચોકીદારે તેને એક સમયે બહાર કાઢ્યો હતો. હવે તેનું પોતાનું ઘર છે. અક્ષય અને ટ્વિંકલના ઘરની અંદર, તમને પુષ્કળ હરિયાળી જોવા મળશે.