
108 ગૌમુખમાંથી વહેતી જલધારાઓ વચ્ચે ઊભેલી 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની મૂર્તિ આ પર્વનું મુખ્ય આકર્ષણ છે. જળપ્રવાહની મધુર ધ્વનિ અને રાત્રિના પ્રકાશથી ઝળહળતી મૂર્તિ દર્શનાર્થીઓને “સત્યમ્ – શિવમ્ – સુંદરમ્”ની અનુભૂતિ કરાવે છે. આ ક્ષણોમાં એક દિવ્ય શાંતિ છવાય છે.

બૃહદારણ્યક ઉપનિષદના “તમસો મા જ્યોતિર્ગમય” મંત્રની ભાવના આ આખી ઉજવણીમાં પ્રગટ થાય છે. અક્ષરધામનું આ દીપોત્સવ માત્ર દૃશ્યમાત્ર આનંદ નથી, પરંતુ આંતરિક જ્ઞાન, ભક્તિ અને પ્રકાશ તરફનો એક સંદેશ છે. અહીં આવનારા દરેક ભક્ત માટે દીપાવલી માત્ર તહેવાર નહીં, પરંતુ આત્મજ્યોતિનો અનુભવ બની રહે છે.