Ahmedabad : અંગ દઝાડતી ગરમીના પગલે અમદાવાદના રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા, જુઓ ફોટા
ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરુઆતમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ગુજરાતના અનેક શહેરોમાં બપોરના સમયે રસ્તોઓ ખાલીખમ જોવા મળે છે.તો આવી જ સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી છે.
1 / 5
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. જેની અસર અમદાવાદના રસ્તાઓમાં જોવા મળી રહી છે.
2 / 5
અમદાવાદમાં હાલમાં બપોરના સમયમાં ઘણા રસ્તાઓ જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય તેવા સુમસામ જોવા મળી રહ્યા છે.સવારે અને સાંજ દરમિયાન ટ્રાફિકથી ભરચક રહેતા અમદાવાદના રસ્તાઓ ખાલી ખમ જોવા મળ્યા હતા.
3 / 5
મોઢા ઉપર સ્કાફ કે રૂમાલ બાંધવાની ફેશન ટ્રેન્ડમાં હોય તેઓ અહેસાસ ગરમી કરાવી રહી છે. અત્યારે ગુજરાતમાં મિશ્ર ઋતુનો નાગરિકો અનુભવ કરી રહ્યા છે.
4 / 5
હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતમાં ગરમી નો પારો વધશે અને રાત્રી દરમિયાન પણ વાતાવરણ ગરમ રહેવાની આગાહી કરી હતી.
5 / 5
કેટલાક લોકોએ રસ્તાઓ પર પક્ષીઓ અને પ્રાણીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી છે. તેમજ ગરમીથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે.