Gujarati News Photo gallery Ahmedabads famous Atal Bridge and Flower Parks entry fee has been increased by more than double pictures
અમદાવાદના ફેમસ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની એન્ટ્રી ફી માં કરાયો ડબલથી વધુ વધારો- તસવીરો
અમદાવાદના ફેમસ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની એન્ટ્રી ફી વધારીને બમણી કરી દેવાઈ છે. અટલ બ્રિજની ફી મુલાકાતીઓ માટે 30 રૂપિયા હતી જે વધારીને અને ફ્લાવર પાર્કની ફી 20 રૂપિયા હતી જે વધારીને 40 રૂપિયા કરી દેવાઈ છે
1 / 7
અટલ બ્રિજ પર 3 થી 12 વર્ષના બાળકો માટે 15 રૂપિયા ફી હતી જે વધારીને 30 રૂપિયા કરાઈ છે
2 / 7
અટલ બ્રિજ પર 3 થી 12 વર્ષના બાળકો માટે 15 રૂપિયા ફી હતી જે વધારીને 30 રૂપિયા કરાઈ છે, જ્યારે મોટી વયજૂથના માટે આ ફી 30 રૂપિયા થી વધારી 50 રૂપિયા કરાઈ છે.
3 / 7
જ્યારે ફ્લાવર પાર્કની ફીમાં પણ ડબલ વધારો કરાયો છે. મુલાકાતીઓ માટે પહેલા અહીં 20 રૂપિયા ફી હતી જે વધારીને 40 રૂ કરાઈ છે.
4 / 7
ફ્લાવર પાર્કમાં 3 થી 12 ની વય જૂથના બાળકો માટે પહેલા જે 10 રૂપિયા ફી હતી તે વધારીને સીધી 20 રૂપિયા કરી દેવામાં આવી છે.
5 / 7
અટલ બ્રિજ અને ફ્લાવરઅટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની કોમ્બોની ફી મોટી વય જૂથના લોકો માટે 40 રૂપિયાથી વધારી 70 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે કોમ્બોની ફી 40 રૂપિયા કરાઈ છે. પાર્કની કોમ્બોની ફી મોટી વય જૂથના લોકો માટે 40 રૂપિયાથી વધારી 70 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે કોમ્બોની ફી 40 રૂપિયા કરાઈ છે.
6 / 7
આ તરફ બાયો ડાયવર્સિટી પાર્કની ફી પણ વધારી દેવામાં આવી છે. જેમા 3 થી 12 વર્ષની વયજૂથના બાળકો માટે 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાઈ છે જ્યારે 12 વર્ષથી વધુની વયજૂથના લોકો માટે ફી 50 રૂપિયા કરી દેવાઈ છે.
7 / 7
રિવરફ્રન્ટ ખાતે આવેલા અન્ય પાર્કની ફી માં પણ વધારો કરાયો છે. જેમા ચિલ્ડ્રન પાર્કની ફી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયાથી વધારી 10 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે મોટી વયજૂથના લોકો માટે આ ફી 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરી દેવાઈ છે. મનપાના ડે.કમિશનરના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ટિકિટના દરમાં કોઈ વધારો કરાયો ન હતો, આથી નજીવો વધારો કરવામાં આવ્યો છે.