દરેક લોકોને નવરાત્રીમાં નવી નવી થીમના કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે. ખેલૈયાઓ નવી અને થીમ બેઈઝ ડિઝાઇન માટે ખેલૈયાઓ વિવિધ પ્રકારના પેચ વર્ક, જડતર, અને અને ભરત કામનો ઊપયોગ કરતા હોય છે.
નવરાત્રીમાં પાઘડીનું વિશેષ મહત્વ હોય છે. જેને ધ્યાનમાં રાખીને અનુજ 2017થી નવરાત્રી માટે અવનવી પાઘડી બનાવે છે. આ વખતે અનુજે જે પાઘડી બનાવી છે તેનું નામ "આત્મનિર્ભર" પાઘડી રાખ્યું છે.
આ પાઘડીમાં અનુજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમી સુરતના ડાયમંડ સિટીનીની થીમ પસંદ કરી છે. જેના થકી વડાપ્રધાનના કામો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પાઘડીની આગળની બાજુ સિંહાસન પર વડાપ્રધાનની સાથે ડાયમંડ વર્ક અને ટ્રેડિશનલ વર્ક કર્યું છે. જેની કિંમત આશરે 6000 જેટલી છે.
પાઘડીની પાછળની બાજુએ ટ્રેડિશનલ વર્કની સાથે ડાયમંડ સીટીનું સ્ટ્રક્ચર બનાવીને લગાડવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ મેસેજ આપતી ટ્રેડિશનલ કપડામાં નાનકડા ઢીંગલા-ઢીંગલીઓ પણ લગાડવામાં આવ્યા છે.
અનુજની આ પાઘડીનું વજન આશરે 5 કિલો જેટલું છે. તે ઉપરાંત કેડીયાનું વજન 7 કિલો, એસેસરીઝ 1 કિલો, પછેડી 800 ગ્રામ ,અને કોટી 400 ગ્રામ જેટલું વજન હોય છે. આમ ઓવર ઓલ કોસ્ચ્યુમનું વજન જોઈએ તો આશરે 14 થી 15 કિલો જેટલું થાય છે.