અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી છે વસ્ત્રની પરબ, જુઓ તસવીર

|

Jun 15, 2024 | 8:08 PM

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક સંસ્થા જન સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા "વસ્ત્ર પરબ નું આયોજન કરવામાં આવ્યું.. વસ્ત્ર પરબ બનાવવા પાછળનો હેતુ એ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતેથી પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે..

1 / 5
આ વસ્ત્રોમાં નાના બાળકો, મહિલાઓ માટે સાડીઓ, કુર્તી સેટ, જીન્સ પેન્ટ અને ટીશર્ટ સાથે સાથે પુરુષો માટે પેન્ટ શર્ટ અને ટીશર્ટનો લોકો તરફથી આપવામાં આવતા હોય છે.

2 / 5
આ શરૂઆત કરતાની સાથે જ વિસ્તારની જનતામા ભારે ઉત્સાહ જોવા મળ્યો, અને મોટા ભાગના લોકોએ પોતાના ઘરે પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરી વિતરણ સ્થળે પહોંચતા કર્યાં હતાં..

3 / 5
ભેટમાં આવેલ વસ્ત્રોને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સુન્દરમ આવાસ પંચરત્ન આવાસ શિવમ આવાસ જેવા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલ છે ત્યાં ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે.

4 / 5
આ પરિવારોને વસ્ત્ર પરબ માટે ભેટમાં આવેલ વસ્ત્રોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારના બાળકો અને વ્યકિતઓને લાભ મળ્યો..

5 / 5
આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશન ના સંયોજક અમિત પંડ્યાના કહેવા મુજબ આ શરૂઆત નિસ્વાર્થ ભાવની છે. 

Published On - 8:07 pm, Sat, 15 June 24

Next Photo Gallery