અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક 8 વર્ષનું બાળક ગટરમાં પડતા મોત, જુઓ તસવીર

|

Mar 23, 2024 | 11:42 PM

અમદાવાદમાં બાળકનું ગટરમાં પડતાં મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. શ્રમિક પરિવારનું બાળક ગટરમાં પડ્યું જે બાદ તેનું મોત થયું હતું. બાળકને રેસ્કયુ કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી પરંતુ તેને બચાવી શકાયો નહીં.

1 / 5
વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા રોડ પરની ઘટના છે જેમાં બાળક ગટરમાં પડી જતાં મોત થયું છે.

2 / 5
શ્રમિક પરિવારના બાળકનું ગટરમાં પડતા મોત થયું છે. આ શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો. પરિવાર બાળકને લઈને રસ્તા પર ઊભો હતો અને બસની રાહ જોઈ રહ્યો હતો.

3 / 5
રસ્તા પર રમતા રમતા બાળક ખુલ્લી ગટરમાં પડ્યું. જોકે આ વાત ની જાણ ત્યારે પરિવારને થઈ જ્યારે બસ આવી અને બાળક ન મળ્યો.

4 / 5
બાળક નહીં મળતા અપહરણ થયાની શક્યતા સેવાઈ રહી હતી. પરિવારે બાદમાં પોલીસને જાણ કરી. જે બાદ અડાલજ પોલીસે ફાયરને જાણ કરી હતી.

5 / 5
આખરે બાળકનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો. 8 વર્ષનો બાળક દેવાંશ ધર્મેન્દ્રભાઈ ધોબી જેનો મૃતદેહ મળ્યો છે.

Next Photo Gallery