અમદાવાદમાં રોડ રસ્તા, ટ્રાફિક જામ અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને હાઇકોર્ટએ પણ ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. હાઇકોર્ટેના ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 જ દિવસ માં ટ્રાફિક નિયમ નો ભંગ કરનાર 2 લાખ એક હજાર 155 વાહન ચાલકો વિરુધ્ધ કેસો કરી ને 13.21 કરોડ નો દંડ ટ્રાફિક ડ્રાઇવ માં ફટકારવા માં આવ્યો છે.
આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2025 ના અઢી મહિનામાં 6.84 લાખ વાહન ચાલકો કેસ કરી તેની સામે 45 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.
જોકે ટ્રાફિક વિભાગના જેસીપી નરેન્દ્ર ચૌધરી કહેવું છે કે રોંગ સાઇડ માંથી આવતા વાહન લીધે વધુ અકસ્માત થતા હોવાથી ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ મારફતે આવા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. જેથી લોકો સામે ફરિયાદ થશે તો રોંગ સાઇડ આવતા લોકો ડરશે..
ટ્રાફિકનું પાલન ન કરવામાં અમદાવાદીઓ મોખરે છે. કારણકે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે..છતાં ટ્રાફિકનુ પાલન કરવામાં નિષ્કાળજી જોવા મળી રહી છે..વાત કરવામાં આવે તો વર્ષ 2023 અમદાવાદ ટ્રાફિક પોલીસે 11 કરોડનો દંડ ફટકાર્યો હતો. જે બાદ વર્ષ 2024 માં ટ્રાફિક પોલીસે 5 ગણો દંડ ફટકારી 56 કરોડ નો દંડ આપ્યો છે.
જોકે વર્ષ 2023 થી ચાલુ વર્ષ 2025 સુધી કુલ 27 કરોડ દંડ વસૂલ્યો છે..જે દંડ ના ભરનાર સામે ટ્રાફિક પોલીસ ઝુંબેશ શરૂ કરશે. પરંતુ વાહન ચાલકોમાં કોઈ જાગૃતતા નથી..અને તેઓ ટ્રાફિક ના નિયમનું ભંગ કરી રહ્યા છે. જેથી ટ્રાફિક પોલીસે હવે આવા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરવાની પણ કાર્યવાહી કરશે
Published On - 7:05 pm, Fri, 21 March 25