Indian Railways : નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન, વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળે ટ્રેનમાં થૂંકવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે તેને દેશની જીવનરેખા પણ કહેવામાં આવે છે. કેટલીક વખત રેલવે સ્ટેશન પર ગંદકી કરવી કે ટિકિટ વગર મુસાફરી કરવા બદલ મોટો દંડ પણ થઈ શકે છે.

| Updated on: Dec 30, 2025 | 1:59 PM
4 / 7
વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા 29,81,68,615 (29.81 કરોડ) દંડની વસૂલાત કરવામાં આવી છે.

5 / 7
આ સાથે જુદી જુદી ટ્રેનમાં થૂંકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટ્રેનમાં કે રેલવે પરિસરમાં થૂંકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

6 / 7
રેલવે સ્ટેશન પર થૂંકવા કે કચરો ફેંકવા બદલ ભારતીય રેલવે અધિનિયમ1989ની કલમ 140 હેઠળ રેલવે કાર્યવાહી કરી શકે છે.આગામી સમયમાં નાગરિકોને જવાબદાર મુસાફર બનવા રેલવે વિભાગની અપીલ છે. (all photo : Indian Railways)

7 / 7
તમને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન પર થૂંકવું કે કચરો ફેંકવો એ ભારતીય રેલવે અધિનિયમ 1989 અને નિયમો 2012 હેઠળ સજાપાત્ર છે, જેમાં મહત્તમ 500નો દંડ થઈ શકે છે,  (With input : રોનક વર્મા)