
રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સારામાં સારૂ સંકલન થઇ શકે તે માટે આ વર્કશોપમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ પ્રકારના વર્કશોપનું આયોજન જિલ્લા કક્ષાએ પણ કરવા વિચારણા કરવામાં આવી છે.

આ વર્કશોપમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીક, રાજ્ય ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇ.ચા. વડા એમ.એસ.ભરાડા, અમદાવાદ શહેર જે.સી.પી. અજય ચૌધરી, સ્ટેટ આઇ.બી.ના ડી.સી.આઇ. હરેશ દુધાત સહિતના અધિકારીઓ તેમજ રાજ્ય આઇ.બી.ના એ.સી.આઇ.ઓ તથા રાજ્યના તમામ જિલ્લા/શહેર ખાતેના 36 નાયબ પોલીસ અધિક્ષકઓ અને 91 પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.